Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadયુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ અને સ્ટડી ગ્રુપ દુનિયાના ટોચના વિદ્યાર્થી શહેરમાં નવા વેપારલક્ષી...

યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ અને સ્ટડી ગ્રુપ દુનિયાના ટોચના વિદ્યાર્થી શહેરમાં નવા વેપારલક્ષી લંડન કેમ્પસ સાથે રોજગારક્ષમતાને અગ્રતા આપે છે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ- લંડન દ્વારા સ્ટડી ગ્રુપ સાથે ભાગીદારીમાં લંડનના વૈશ્વિક કનેક્ટેડ નાણાકીય જિલ્લાની નજીક કેમ્પસમાં શ્રેણીબદ્ધ વેપારલક્ષી પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમો રજૂ કરાયા. આ અભ્યાસક્રમો રોજગારક્ષમતાને કેન્દ્રમાં રાખે છે અને વ્યાપક વ્યાવસાયિક અનુભવ સાથે ઈનોવેટિવ એકેડેમિક્સ દ્વારા શીખવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીનાં લક્ષ્યોને સાકાર કરી શકે.યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ- લંડન શૈક્ષણિક અને વ્યાવસાયિક દુનિયા વચ્ચેનું અંતર દૂર કરીને વેપાર માટે મજબૂત કડી બનાવે છે, જે યુકેની રાજધાની અને તેની પાર સફળ ગ્રેજ્યુએટ્સ માટે વૈશ્વિક નામાંકિત કંપનીઓ સાથે કારકિર્દી માટે માર્ગ પૂરો પાડે છે.યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ અને સ્ટડી ગ્રુપ દ્વારા દુનિયાના અવ્વલ વિદ્યાર્થી શહેરના નાણાકીય જિલ્લાના કેન્દ્રમાં લંડન કેમ્પસ નિર્માણ કરવા માટે નવી ભાગીદારી રજૂ કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ માટે તૈયારીમાં વિદ્યાર્થીઓને ટેકો આપવામાં નિષ્ણાત અગ્રણી આંતરરાષ્ટ્રીય શિક્ષણ પ્રદાતા દ્વારા પ્રદાન કરાતી રોજગારક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણમાં ઉત્કૃષ્ટ યુકે યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રીનો અભ્યાસ કરવાનું પસંદ કરી શકે છે.વિદ્યાર્થીઓની પ્રથમ બેચ 2025-26ના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં તેમના પ્રોગ્રામ શરૂ કરશે અને હડર્સફિલ્ડ લંડન માસ્ટર્સ ઈન મેનેજમેન્ટ, ઈન્ટરનેશનલ બિઝનેસ, કમ્પ્યુટિંગ અને માર્કેટિંગ સહિત વેપારલક્ષી પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમોની શ્રેણી ઓફર કરશે. અભ્યાસક્રમ વૈશ્વિક, બહુરાષ્ટ્રીય વેપારો સાથે મજબૂત કડી સાથેની અનુભવી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શીખવવામાં આવશે અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે સતત સર્વોચ્ચ સ્વતંત્ર રેટિંગ પ્રાપ્ત કરનારી પુરસ્કાર વિજેતા યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ દ્નવારા પ્રમાણિત હશે.યુનિવર્સિટીની ઉચ્ચ સ્તરની વૈશ્વિક કંપનીઓ સાથે મજબૂત કડી પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. આ કંપનીઓ સાથે સહભાગી થતાં કારકિર્દીલક્ષી વિદ્યાર્થીઓને વ્યાપક, વૈશ્વિક પરિપ્રેક્ષ્ય વિકસાવવામાં મદદરૂપ થાય તે રીતે અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. બહુરાષ્ટ્રીય વેપારોના વ્યાવસાયિકો કોર્સની કન્ટેન્ટમાં યોગદાન આપશે, જે અસલ દુનિયાની સુસંગતતા અભ્યાસક્રમમાં મઢી લેવાય અને ગુણવત્તાયુક્ત રોજગાર તરફ વિદ્યાર્થીઓનો પ્રવાસ બહેતર બને તેની ખાતરી રાખશે.લંડન વૈશ્વિક સ્તરે નંબર એક શહેર તરીકે સતત રેટિંગમાં આગળ છે અને બહુરાષ્ટ્રીય કંપની કાર્યાલયો અને યુરોપિયન વડામથકોનું ઘર છે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને શ્રેણીબદ્ધ અભ્યાસ પશ્ચાત કારકિર્દીની તકો પૂરી પાડે છે.યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડની હડર્સફિલ્ડ બિઝનેસ સ્કૂલના ડીન અને પ્રો વાઈસ- ચાન્સેલર ઈન્ટરનેશનલ પ્રોફેસર અલીસ્ટેર સેમ્બેલે જણાવ્યું હતું, ‘‘યોર્કશાયરની અગ્રણી ટીઈએફ ગોલ્ડ- રેટેડ યુનિવર્સિટીમાંથી એક તરીકે અમે સંભવિત ભાવિ કંપનીઓના દ્વાર પર લંડનમાં અભ્યાસ કરવા માગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમારી શીખવવાની ઉત્કૃષ્ટતા લાવવા ઉત્સુક છીએ. યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ 100થી વધુ ગેશોના 3500થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો વૈવિધ્યપૂર્ણ સમુદાય ધરાવે છે અને અમે અમારા નવા લંડન કેમ્પસમાંથી વધારાની તકો પૂરી પાડવા ઉત્સુક છીએ.”પ્રોવોસ્ટ અને ચીફ એકેડેમિક ઓફિસર પ્રોફેસર એલીના રોડ્રિગ્ઝ- ફાલ્કને જણાવ્યું હતું કે, ‘‘શીખવવાની ગુણવત્તા અને ઉદ્યોગની કડીઓ માટે પ્રખ્યાત યુનિવર્સિટી દ્વારા સહ-તૈયાર કરાયેલા આધુનિક અભ્યાસક્રમમાં જોડેલી રોજગારક્ષમતા લંડનમાં અભ્યાસ કરવા માગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે રોમાંચક તક છે. વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકિર્દી માટે વિકસાવવા તે સ્ટડી ગ્રુપના હેતુનું હાર્દ છે. તે વિદ્યાર્થીઓએ જેની પર ભાર આપવાની જરૂર છે એવી કુશળતા અને શૈક્ષણિક પાત્રતા સાથે સુસજ્જ બનાવે છે. રોજગારક્ષમતાની વિચારધારા સાથે વૈશ્વિક કારકિર્દીની તકો અભિમુખ બનાવવી તે યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ- લંડન સાથે અમારી ભાગીદારીનું હાર્દ છે.સ્ટડી ગ્રુપની યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ સાથે ભાગીદારી 2008માં શરૂ થઈ હતી, જે હડર્સફિલ્ડમાં યુનિવર્સિટીના સિટી સેન્ટર કેમ્પસ પર યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ સ્ટડી સેન્ટરની સ્થાપના સાથે શર થઈ હતી સ્ટડી ગ્રુપે લંડનમાં અભ્યાસ કરવા માગનારા માટે ઉપલબ્ધ તકો વિસ્તારવા સાથે યોર્કશાયરમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું ચાલુ રાખ્યું છે.


[સમાપ્ત] યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ વિશે યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડને ટીચિંગ એક્સલન્સ ફ્રેમવર્ક (ટીઈએફ) (સપ્ટેમ્બર 2023)માં સર્વ ત્રણ રેટિંગ્સ (એકંદર, વિદ્યાર્થી પરિણામો અને વિદ્યાર્થી અનુભવ)માં ગોલ્ડ રેટિંગ મળ્યું છે. યુનિવર્સિટીએ પ્રથમ ગ્લોબલ ટીચિંગ એક્સલન્સ એવોર્ડ જીત્યો છે, જે વિશ્વ કક્ષાનું શિક્ષણ અને સ્વતંત્ર લર્નર્સ અને ક્રિટિકલ થિંકર્સ (હાયર એજ્યુકેશન એકેડેમી 2017) તરીકે વિદ્યાર્થીઓને વિકાસાવવામાં તેની સફળતા પ્રત્યે કટિબદ્ધ છે.યુનિવર્સિટી શૈક્ષણિક ઉત્કૃષ્ટતામાં ટ્રિપલ પુરાવા પ્રદાન કરે છેઃ ડોક્ટરેટ્સ ધરાવતા, ઉચ્ચ ડિગ્રી ધર્વતા અને શીખવવાની પાત્રતા ધરાવતાના પ્રમાણ માટે ઈન્ગ્લેન્ડમાં ટોચની ત્રણમાં તેના કર્મચારીઓ સ્થાન ધરાવે છે (એચઈએસએ જાન્યુઆરી 2024માં 100થી ઓછો શૈક્ષણિક સ્ટાફ સાથેની સ્પેશિયાલિસ્ટ યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટીઝ સમાવિષ્ટ નથી). નેશનલ ટીચિંગ ફેલોશિપ માટે દેશમાં જોડાનાર તે પ્રથમ છે, જે ઉચ્ચ શિક્ષણમાં યુકેની બેસ્ટ લેક્ચરર્સ છે, જેણે 2008થી કુલ 23 ફેલોશિપ જીતી છે (2024 ડેટા).યુનિવર્સિટીને ક્યુએસ સ્ટાર્સ પાસેથી એકંદર 5 સ્ટાર રેટિંગ પણ અપાયો છે, જે યુનિવર્સિટીને શિક્ષણ, રોજગારક્ષમતા, સુવિધાઓ, ઈનોવેશન, આંતરરાષ્ટ્રીયકરણ અને સમાવેશકતામાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટી તરીકે રેટિંગ આપે છે.સ્ટડી ગ્રુપ વિશે સ્ટડી ગ્રુપ દુનિયાભરની 50થી વધુ યુનિવર્સિટીઓ માટે અગ્રણી આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક નિષ્ણાત અને વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદાર છે. શિક્ષણ થકી બહેતર દુનિયા પ્રત્યે કટિબદ્ધ અમે અનન્ય શિક્ષણથી નાવીન્યપૂર્ણ અભિગમથી આંતરરાષ્ટ્રીય ભરતી અને વિદ્યાર્થીને ટેકા સુધી અમારા ભાગીદારો અને વિદ્યાર્થીઓ માટે સફળતા પ્રેરિત કરતા ઉચ્ચ ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સમાધાન પ્રદાન કરીએ છીએ.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here