આજે વાયનાડ અને નાંદેડ લોકસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી અને યુપીની નવ બેઠકો સહિત 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મત ગણતરી થઈ રહી છે.
ઉત્તરપ્રદેશની આઠ બેઠક પર બીજેપી આગળ :
ઉત્તરપ્રદેશની આઠ બેઠક પર બીજેપી આગળ છે. જેમાં ગાઝિયાબાદ, મીરાપુર, કુંદરકી, ખૈર, સીસામઉ, ફુલપુર, કટેહરી અને માંઝવામાં ભાજપ આગળ છે, જ્યારે કરહાલ સીટ પર સપા આગળ છે.
ફુલપુરમાં બીજેપી ઉમેદવાર દીપક પટેલ આગળ :
ફુલપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીના પાંચમા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર દીપક પટેલ 2 હજાર મતોથી આગળ છે.
સીસામઉમાં સપા ઉમેદવાર નસીમ સોલંકી આગળ :
કાનપુરની સીસામઉ વિધાનસભામાં આઠ રાઉન્ડની મત ગણતરી થઈ ચૂકી છે. જેમાં સપા ઉમેદવાર નસીમ સોલંકી 28 હજાર મતથી આગળ છે.
કટેહરીમાં સમાજવાદી પાર્ટી આગળ :
સપા હવે કટેહરીમાં આગળ વધી છે. કટેહરી ઉપરાંત કરહાલ અને સીસામઉમાં પણ સમાજવાદી પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ કુંડારકી, ગાઝિયાબાદ, મઝવાન સહિત પાંચ સીટો પર બીજેપી-આરએલડી ગઠબંધન આગળ છે.