રણવીર સિંહે અતુલ્ય સર્વતોમુખી એક્ટીંગ સાથે ભારત અને વિદેશી પ્રાંતોના પ્રેક્ષકોને ખુશ કર્યા છે અને લાગે છે તેની લોકપ્રિયતા હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ફેલાઇ રહી છે. રણવીરનું સેન્સેશનલ 2019 બ્લોકબસ્ટર ગલી બોય આગામી મહિને જાપાનમાં રિલીઝ થઇ રહ્યું છે અને સુપરસ્ટાર ત્યાં પ્રેક્ષકોને ભારતમાં રેપ ક્રાંતિ વિશે જાણ થશે તે બાબતે રોમાંચકતા અનુભવે છે.
“હુ બહુ ખુશ છું, તેમજ અત્યંત ગર્વ અનુભવુ છું કે ગલી બોય જાપાનમાં રિલીઝ થઇ રહ્યું છે. હું ક્યારેય જાપાન ગયો નથી પરંતુ ઉગતા સૂર્યની ભૂમિ વિશે જાણ્યું છે, સાંભળ્યું છે અને તેની અત્યંત સુદર બાબતો જોઇ છે.
હું ત્યાં એક દિવસ જવાની આશા રાખુ છું – ગલી બોય જાપાનમાં રિલીઝ થઇ રહ્યું છે તે જેમણે ફિલ્મમાં કામ કર્યું છે તેવા આપણા સૌના માટે અત્યંત આનંદની અને ગર્વની વાત છે કે આપણી ફિલ્મ જાપાન જેવા મોટા દેશમાં ગઇ છે ને મને આશા છે કે તમે દરેક તે જોશો અને તમને ગમશે,” એમ રણવીરે એક્સક્લુસિવલી જણાવ્યું હતું.
ગલી બોય જાપાનમાં રિલીઝ થઇ રહ્યું છે તે જેમણે ફિલ્મમાં કામ કર્યું છે તેવા આપણા સૌના માટે અત્યંત આનંદની અને ગર્વની વાત છે કે આપણી ફિલ્મ જાપાન જેવા મોટા દેશમાં ગઇ છે ને મને આશા છે કે તમે દરેક તે જોશો અને તમને ગમશે,” એમ રણવીરે એક્સક્લુસિવલી જણાવ્યું હતું.
રણવીરે મુંબઇની શેરના એક છોકરા તરીકેના શ્રેષ્ઠ અભિનય બાબતે ભારે પ્રશંસા પ્રાપ્ત કરી છે જે મોટા સ્વપ્ના જુએ છે અને પોતાના લક્ષ્યાંકો પૂરા કરે છે! ગુલી બોય તરીકેની તેમની ભૂમિકા ભારે સફળ થઇ હતી અને ફિલ્મ સાંપ્રદાયિક અર્થમાં સંગીન બની હતી.
તેના ગીતો અસલી હિપ હોપ અને અપના ટાઇમ આયેગાએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી અને ભારતમાં ચાર્ટ પર સૌથી વધુ વાર સાંભળવામાં આવેલા ગીતોમાં ટોચના 2માં સ્થાન મેળવ્યું હતું. બોલિવુડમાં ફક્ત આઠ વર્ષ વિતાવેલા અને ઇશ્વરની ભેટ ધરાવતા અભિનેતા તેમની પસંદગીની ફિલ્મોમાં પડકારજનક લેબલ ધરાવે છે અને જોખમ ઉપાડનાર તરીકે સાબિત થયા છે.