Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસ 101 બાળકોને ભરખી ગયો

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસ 101 બાળકોને ભરખી ગયો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસને લઈને વિધાનસભામાં પુછવામાં આવેલા પ્રશ્ન સામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી છે. તેમણે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસ હાલની પરિસ્થિતિને લઈને કેસ અંગેની આંકડાકિય માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભામાં ટૂંકી મુદ્દતના પ્રશ્નમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘છેલ્લામાં છ દિવસમાં વાયરસથી સંક્રમિત એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે છેલ્લા 12 દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ નીપજ્યું નથી. રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. ગુજરાતમાં વર્ષ 2024માં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 164 કેસ નોંધાયા છે, જે પૈકી 61 કેસ ચાંદીપુરા પોઝીટીવ જણાયા છે.’

ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકારની કામગીરી :

ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવલી કામગીરી કરી છે. રાજ્યમાં શંકાસ્પદ અને પોઝીટીવ જણાયેલ અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારો મળીને 53999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યના 746927 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી સહિત 157074 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોની 31563 શાળામાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને 8649 શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં બાળકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 36150 આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને 8696 આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ 164 વાયરલ એન્કેફેલાઇટીસ સંક્રમિત દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી 73 બાળકોના દુ:ખદ મૃત્યું નિપજ્યા છે. જ્યારે ચાંદીપુરા સંક્રમિત 28 બાળકોના દુ:ખદ મૃત્યું નીપજ્યાં છે. વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસ કેસ પૈકી 88 બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here