Sunday, March 8, 2026
Homenationalરાફેલ ડીલ પર શરદ પવારના નિવેદનથી નારાજ તારિક અનવરે NCP છોડ્યું

રાફેલ ડીલ પર શરદ પવારના નિવેદનથી નારાજ તારિક અનવરે NCP છોડ્યું

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

1999માં સોનિયા ગાંધીના વિદેશી મુળનો હવાલો આપી કોંગ્રેસ છોડી શરદ પવારની સાથે મળીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો (NCP) પાયો નાંખનાર તારિક અનવરે પક્ષને અલવિદા કહિ દીધું છે. અનવરે NCP છોડવાની સાથો સાથ લોકસભાના સાંસદ તરીકે પણ રાજીનામું આપી દીધું છે.

શરદ પવારના નિવેદનથી અસહમત છું- તારિક અનવર

– તારિક અનવરે રાજીનામું આપવાની વાત સ્વીકારી અને કહ્યું કે, ” વડાપ્રધાન મોદી પૂરી રીતે રાફેલ ડીલમાં સામેલ છે. તેઓ હજુ સુધી પોતાને પાક-સ્પષ્ટ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે. ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસાથી આ કૌભાંડની પુષ્ટી થાય છે. એવામાં શરદ પવારના નિવેદનથી હું અસહમત છું તેથી મેં NCP છોડ્યું છે અને લોકસભાના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે.”
– તારિક અનવરે કહ્યું કે, “પવાર સાહેબનું રાફેલ પર નિવેદન મને યોગ્ય ન લાગ્યું. NCP તરફથી સ્પષ્ટતા આવી પરંતુ તે યોગ્ય નથી. પવાર સાહેબે જ્યારે નિવેદન આપ્યું હતું ત્યારે તેઓએ પોતે જ તે અંગેની ચોખવટ કરવી જોઈએ. જો કે તેઓ તરફથી કોઈ જ સ્પષ્ટતા ન આવી તો મેં રાજીનામું આપી દીધું.”
કોંગ્રેસમાં પરત ફરે તેવી શક્યતા

– NCP છોડ્યાં બાદ કઈ પાર્ટીમાં જશો તે સવાલ પર તારિક અનવરે કહ્યું કે, “હાલ આ વાત નક્કી નથી. સમર્થકો સાથે વાત કર્યાં બાદ નક્કી કરીશ અને તે બાદ જણાવીશ.”

– મળતી માહિતી મુજબ તારિક અનવર NCPમાંથી રાજીનામું આપ્યાં બાદ એક વખત કોંગ્રેસનો હાથ પકડી શકે છે.
– 2014ની લોકસભા ચૂંટણીમાં તારિક અનવરે બિહારના કટિહારથી જીત મેળવી હતી.
ગુરૂવારે રાફેલ મુદ્દે NCP અધ્યક્ષ શરદ પવારે મોદી સરકારના સમર્થનમાં નિવેદન આપ્યું હતું, જે બાદ NCPએ સ્પષ્ટતા કરી હતી કે આવી કોઈ જ વાત કરવામાં નથી આવી.

સોનિયા ગાંધીનો વિદેશી મુદ્દો ઉછાળી છોડ્યું હતું કોંગ્રેસ

– 1999માં કોંગ્રેસનું સુકાન જ્યારે સોનિયા ગાંધીએ સંભાળ્યું હતું તો શરદ પવાર, તારિક અનવર અને પીએ સંગમાએ પાર્ટીમાં બળવો કર્યો હતો. અને આ ત્રણેય નેતાઓએ સોનિયા ગાંધીના વિદેશ મુળનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ ત્રણેય નેતાઓએ મળીને NCPની રચના કરી હતી. જો કે બાદમાં UPAની જ્યારે કેન્દ્રમાં સરકાર બની તો NCP કોંગ્રેસની સાથે આવી ગઈ હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here