મુંબઇ,તા. ૨૩
પૌરાણિક ગ્રંથ રામાયણ પર એક મોટી અને સૌથી મોંઘી ફિલ્મ બનાવવા પર કામ ચાલી રહ્યુ છે. જેનુ નિર્દેશન નિતેશ તકિવારી કરનાર છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મને થ્રીડીમાં શુટિંગ કરવામાં આવનાર છે. આ મોટી જાહેરાત કરવામા ંઆવ્યા બાદ ફિલ્મના લીડ કલાકારોને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે.
છેલ્લા દિવસોમાં આવેલા હેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો કહી શકાય છે કે ફિલ્મમાં રામ અને સીતાના રોલ માટે રિતિક રોશન અને દિપિકાની પસંદગી કરવામાં આવી શકે છે. જા કે ફિલ્મના નિર્માણ સાથે જાડાયેલા મોટા ભાગના લોકો દ્વારા કોઇ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે. જા કે હાલમાં પોતાની ફિલ્મ છિછોરેના પ્રમોશનને લઇને વ્યસ્ત બનેલો છે. નિતેશે માહિતી આપતા કહ્યુ છે કે રિતિક રોશન ફિલ્મના હિસ્સા તરીકે રહેશે કે કેમ તે અંગે હાલમાં માહિતી આપી શકાય તેમ નથી. હજુ સુધી ડ્ાફ્ટ પર કામ ચાલી રહ્યુ છે. કાસ્ટિંગ અને અન્ય પાસા પર મોડેથી વાત કરવામાં આવનાર છે. સૌથી પહેલા પટકથા તૈયાર કરવામાં આવી રહી છે. શ્રીધર રાઘવન પટકથા લખી રહ્યા છે. એક વખતે ડ્રાફ્ટ પર કામ પૂર્ણ કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં અન્ય બાબતો પર માહિતી મળી શકશે. આ ફિલ્મને નિતેશની સાથે સાથે રવિ ઉડિયાવર નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ ભારતીય ફિલ્મ જગતની સૌથી મોટી ફિલ્મ તરીકે રહી શકે છે. આ પહેલા ફિલ્મના સંબંધમાં વાત કરતા તેમણે કહ્યુ હતુ કે તેઓ રામાયણ પર ફિલ્મ બનાવવાને લઇને ભારે આશાવાદી છે.
જેમ જ પોતાની ફિલ્મ છિછોરે પૂર્ણ કરી લેશે તેની સાથે આ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવનાર છે. તેમના માટે આ એક ચેલેન્જગ પ્રોજેક્ટ તરીકે રહેનાર છે. દેશના સન્માન તરીકે તેને રજૂ કરવાની બાબત સૌથી મુશ્કેલરૂપ અને પડકારરૂપ રહી શકે છે. આ ફિલ્મને હિન્દી, તેલુગુ અને તમિળ ભાષામાં તૈયાર કરવામાં આવનાર છે. ફિલ્મ ૫૦૦ કરોડ રૂપિયાના બજેટ સાથ તૈયાર કરવામાં આવનાર છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો નિતેશ તિવારી હાલમાં છિછોરે ફિલ્મને લઇને વ્યસ્ત છે.
ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત અને શ્રદ્ધા કપુર કામ કરી રહ્યા છે.
જ્યારે રિતિક રોશન સુપર૩૦ની સફળતા બાદ પોતાની આગામી ફિલ્મ વોરને લઇને વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફની પણ ભૂમિકા છે. આ ફિલ્મને આ વર્ષે જ બીજી ઓક્ટોબરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રિતિક રોશન બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર પૈકીના એક તરીકે છે. તેની તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા મેળવે છે.
નિતેશ તિવારી રામાયણ ફિલ્મ નિર્માણને લઇ ઉત્સાહિત