કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠી પહોંચ્યા છે. જ્યાંથી પણ રાહુલે રાફેલ ડીલ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે વડાપ્રધાન મોદી રાફેલ ડીલની કિંમત દેશની પ્રજાને કેમ નથી જણાવતા.
દેશના ચોકીદાર ચોરી કરી ગયા- રાહુલ ગાંધી
– રાહુલ ગાંધીએ કહ્યું કે, “વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ દેશના ચોકીદાર બનવા ઈચ્છે છે. દેશના ચોકીદાર ચોરી કરી ગયા. મોદીજી ફ્રાંસ જાય છે અને ત્યાં કહે છે કે અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવાનો છે. દેશ સમજવા માંગે છે કે દેશના ચોકીદારે શું કર્યું?”
– રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, “ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે નરેન્દ્ર મોદીને ચોર કહે છે. ત્યારે હવે મોદજીએ સ્પષ્ટતા કરવી જોઈએ કેમ તેઓ તેને ચોર કહે છે?”
– રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, “અરૂણ જેટલી દરરોજ સત્ય, સત્ય, સત્ય કહે છે, JPC બેસાડો બધું જ સત્ય સામે આવી જશે.”
– “મોદીજી મોટા મોટા ભાષણ આપે છે પણ રાફેલ, અનિલ અંબાણી અંગે એક શબ્દ પણ નથી કહેતા. કેમકે ચોકીદારે અનિલ અંબાણી પાસેથી ચોરી કરાવી છે.”
– કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “મોદીજીએ HAL પાસેથી કોન્ટ્રાક્ટ ઝુંટવ્યો અને અનિલ અંબાણીને આપી દીધો. જીવનમાં ક્યારેય તેઓએ એરક્રાફ્ટ નથી બનાવ્યાં. આપણાં જવાન પોતાનું જીવન આપે છે, મોદીજીએ તેમના ખીસ્સામાંથી ચોરી કરીને અનિલ અંબાણીના ખીસ્સામાં મૂકી દીધા.”
– રાહુલે વધુમાં કહ્યું કે, યુપીએ સરકારે ફ્રાંસથી 126 જેટ વિમાનોની ડીલ કરી, જેમાં દરેક વિમાનની કિંમત 526 કરોડ રૂપિયા નક્કી થઈ હતી.
રાહુલે ટ્વીટ કરી PM મોદી પર સાધ્યું નિશાન
રાફેલ વિવાદ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ટ્વીટ કરીને પણ નિશાન સાધ્યું છે. રાહુલે ટ્વિટર એક વીડિયો શેર કરતાં મોદીને ચોરોના સરગણા (ઇન્ડિયાઝ કમાન્ડર ઈન થીફ) ગણાવ્યાં. બીજી બાજુ કોંગ્રેસ નેતાઓએ કેન્દ્રીય સર્તકતા આયોગને મળીને રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર મામલે સ્વતંત્ર તપાસની માગ કરી છે.
Rahul Gandhi
✔
@RahulGandhi
The sad truth about India’s Commander in Thief.
12:36 PM – Sep 24, 2018
12.3K
7,472 people are talking about this
Twitter Ads info and privacy
શિવભક્ત રાહુલ
– માનસરોવરની યાત્રા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોમવારે પહેલી વખત અમેઠી પહોંચ્યા છે. આ વખતે રાહુલને શિવભક્ત તરીકે પ્રોજેક્ટ કરવાની તૈયારી કરવામાં આવી. બમ બમ ભોલેના નાદ સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું. રાહુલે અહીં અમેઠીના નિગોહા ગામમાં રાજીવ ગાંધી મહિલા વિકાસ પરિયોજનાના સભ્યો સાથે મુલાકાત કરી.
– રાહુલે ગાંધીએ અમેઠીમાં શિવમંદિરની પૂજા અર્ચના પણ કરી. આ દરમિયાન મોટી સંખ્યામાં કાંવડિયાઓ પણ હાજર રહ્યાં હતા.
– રાહુલ મહિલા વિકાસ સેન્ટર પણ પહોંચ્યા જ્યાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી.
મધ્યપ્રદેશની મુલાકાત વખતે પણ રાહુલ ગાંધીને શિવભક્ત તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. ભોપાલમાં અનેક જગ્યાએ શિવભક્ત રાહુલના નામે હોર્ડિંગ્સ લગાવાયાં હતા, જેમાં કૈલાશ માનસરોવરની યાત્રાનો ઉલ્લેખ હતો.