રાહુલ ગાંધી દેશ માટે ખતરો, વિદેશી નથી જાણતા કે તે…’, કોંગ્રેસના નેતા પર ભડક્યા કેન્દ્રીય મંત્રી:Kiren Rijiju

0
16

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અંગે નિવેદન કર્યું છે. કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને ટ્વિટ કર્યું અને રાહુલ ગાંધીને દેશની એકતા માટે સૌથી મોટો ખતરો હોવાનું કહ્યું છે. એટલું જ નહીં રાહુલ ગાંધીને તેમણે પપ્પુ કહીને પણ સંબોધિત કર્યા છે. કિરણે લંડનમાં કોંગ્રેસના એક સમર્થકની સલાહનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે રાહુલને ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપીને સમજાવે છે કે, ભારત વિરુદ્ધ દુનિયાના કોઈપણ દેશમાં બોલવું યોગ્ય નથી.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ બુધવારે એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા હતાં. જેમાં બેમાં લંડન ગયેલાં રાહુલ ગાંધીના કાર્યક્રમનો વીડિયો હતો. પહેલાં વીડિયોમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના એક વૃદ્ધ શુભચિંતક સલાહ આપતા જોવા મળ્યા હતાં. જેમાં રાહુલ સ્ટેજ પર બેઠા હતાં. જ્યારે તેમની સામે વૃદ્ધે ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપી સલાહ આપી હતી.

વૃદ્ધે કહ્યું કે, ‘તમારા દાદી ઇન્દિરા ગાંધીએ હંમેશા મને આશીર્વાદ આપ્યા છે. તે મારા માટે મોટી બહેન સમાન હતાં. તે એક શાનદાર મહિલા હતાં. તે એકવાર અહીં લંડન આવ્યા હતાં. અહીં પ્રેસ કોન્ફરન્સમાં તેમને મોરારજી દેસાઈ અંગે સવાલ પૂછ્યો હતો કે, શું અનુભવ રહ્યો? ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હું અહીં ભારતના આંતરિક મામલે કંઈ પણ બોલવા માગતી નથી. પણ તમે સતત ભારત પર હુમલો કરી રહ્યા છો. મને વિશ્વાસ છે કે, તમે પોતાના દાદીની તે વાતમાંથી કંઈક શીખશો જે તેમણે અહીં કીધી હતી. કેમ કે, હું તમારો શુભચિંતક છું અને હું તમને વડાપ્રધાન તરીકે જોવા માગુ છું. આ દરમિયાન રાહુલ ગાંધીએ માત્ર સ્માઇલ કરી હતી.

આ વીડિયોને શેર કરી કિરણ રિજિજૂએ લખ્યું કે, ‘રાહુલ ગાંધીજી અમારી વાત નહીં સાભળે મને આશા છે કે, તે પોતાના શુભચિંતકોની વાત સાંભળશે.’

એક બીજા વીડિયો પણ કિરણ રિજિજૂએ શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધી ઓક્સફર્ડમાં તેમનું સંબોધન આપી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરી કિરણ રિજિજૂએ લખ્યું કે, કોંગ્રેસના આ સ્વયંભૂ યુવરાજે દરેક હદ પાર કરી દીધી છે. આ આદમી ભારતની એકતા માટે ખૂબ જ ખતરનાક થઈ ગયો છે. હવે તે લોકોને ભારતને વિભાજિત કરવા માટે ઉકસાવી રહ્યા છે. ભારતના સૌથી લોકપ્રિય અને પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મંત્ર છે એક ભારત શ્રેષ્ઠ ભારત.

ત્રીજી પોસ્ટમાં કિરણ રિજિજૂએ રાહુલ ગાંધીને પપ્પૂ કહીને સંબોધિત કર્યા છે. તેમણે લખ્યું કે, ભારતના લોકો જાણે છે કે, રાહુલ ગાંધી પપ્પુ છે પણ વિદેશી જાણતાં નથી કે, તે ખરેખર પપ્પૂ છે. તેમણે મૂર્ખતાપૂર્ણ નિવેદન પર પ્રતિક્રિય આપવી જરૂરી નથી પણ સમસ્યા ચે કે, તેમના ભારત વિરોધી નિવેદનોની તાકાત દ્વારા ભારતની છબી ખરાબ કરવા માટે દૂર ઉપયોગ કરવામાં આવે છે