રેવાડી ગેંગરેપ મામલે 11 દિવસથી ફરાર બે મુખ્ય આરોપી મનીષ અને પંકજે હરિયાણા પોલીસની નાકમાં દમ કરીને રાખ્યો હતો. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ રવિવારે બંનેને મહેન્દ્રગઢના સતનાલી પાસે એક ઢાબા પાસેથી પકડી લીધા. પોલીસના જણાવ્યા પ્રમાણે, લોકેશન ટ્રેસ ન થઈ શકે એટલા માટે આોપીઓએ પોતાના ફોન માટીમાં દબાવી દીધા હતા. આ દરમિયાન બંને હરિયાણા-રાજસ્થાનના ખેતરો, પહાડો સહિત અલગ-અલગ જગ્યાઓએ છુપાતા ફરતા રહ્યા. ઉલ્લેખનીય છે કે પોલીસ માસ્ટરમાઇન્ડ નિશૂ ફોગાટ સહિત 3 આરોપીઓની પહેલા ધરપકડ કરી ચૂકી છે.
પકડાઈ ન જાય એટલે મોટાભાગે મુસાફરી કરતા હતા
– પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને આરોપીઓ પોલીસથી બચવા માટે પોતપોતાના મોબઈલ માટીમાં દબાવીને રાજસ્થાન તરફ જતા રહ્યા. ત્યાં ક્યારેક સવાઈ માધોપુરના રણથંભોર તો ક્યારેક બિકાનેરમાં રોકાયા.
– આ ઉપરાંત, આરોપીઓએ ક્યારેક પહાડીઓ પર, ક્યારેક સ્ટેશન પર તો ક્યારેક ધર્મશાળાઓમાં રાત વીતાવી. તેમણે મોટાભાગનો સમય ટ્રેન અથવા અન્ય ખાનગી વાહનોમાં મુસાફરી કરીને પસાર કર્યો.
સતનાલીથી ક્યાંય બીજે ભાગે તે પહેલા પોલીસે પકડી લીધા
આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે ભાગતા હતા તે દરમિયાન પૈસા પૂરા થઈ ગયા પછી તેમણે ક્યારેક ભંડારામાં તો ક્યારેક જમવાનું માંગીને પેટ ભર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ બિકાનેરથી આવ્યા હતા અને સતનાલીથી ફરી ક્યાંક ભાગવાની તૈયારીમાં હતા. પરંતુ એસઆઇટીએ એટલી ગુપ્ત રીતે કાર્યવાહી કરી કે લોકલ પોલીસને પણ આ વાતની જાણ થઈ ન હતી.
પત્નીએ આરોપી પંકજ સાથે તોડ્યો સંબંધ
– 15 નવેમ્બર, 2017ના રોજ આરોપી પંકજના લગ્ન ગામ કુરાહવટામાં રહેતા મનોજની દીકરી જ્યોતિ સાથે થયા હતા. જ્યોતિનું કહેવું છે કે તેણે પંકજને લઇને એવી કોઈ ફરિયાદ સાંભળી નહોતી.
– પરંતુ તેની હરકતો પછી તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જ્યોતિનું કહેવું છે કે, પોલીસ આરોપીને ગોળી મારે કે ફાંસીએ લટકાવી દે, તેને તેનાથી કોઇ ફરક નથી પડતો.
– ઉલ્લેખનીય છે કે જ્યોતિ સાત મહિના ગર્ભવતી છે. આ સમયે તે માનસિક રીતે અતિશય પરેશાન છે. આરોપીની સાસુ પ્રમોદે કહ્યું, હવે પંકજના પરિવાર સાથે તેમનો કોઈ સંબંધ નથી. પોલીસના કહેવા પર દીકરીને ઘરે લઈ આવ્યા હતા.
પીડિતાને આઘાતમાંથી બહાર લાવવાના પ્રયત્નો ચાલુ
– ઘટના 12 સપ્ટેમ્બરની છે. 19 વર્ષીય વિદ્યાર્થિની સવારે ઘરેથી કોચિંગ માટે નીકળી હતી. જ્યારે તે કનીના બસ સ્ટેન્ડની નજીક ઊભી હતી તો તે જ ગામના પંકજ, મનીષ અને નિશુ તેને મળ્યા. લિફ્ટ આપવાના બહાને તેને ખેતરમાં બનેલા એક ટ્યૂબવેલ રૂમમાં લઈ ગયા. જ્યાં નશાની હાલતમાં તેની સાતે ગેંગરેપ કર્યો.
– પીડિતા હજુ હોસ્પિટલમાં જ છે. 4 ડોક્ટર્સ (બે ડોક્ટર, એક સાઇકોલોજિસ્ટ અને એક કાઉન્સેલર)ની સ્પેશિયલ ટીમ તેને આઘાતમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે