12 સપ્ટેમ્બરના રોજ રેવાડીમાં યુવતી સાથે ગેંગરેપ કરવાના મામલે ધરપકડ કરાયેલ આરોપી નિશુ ફોગાટ કેવી માનસિકતા ધરાવે છે તેની જાણ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટથી થઈ છે. તેણે તેના ફેસબુક અકાઉન્ટ પર મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી કર્યાની ડંફાસો મારતી ઘણી વાંધાજનક પોસ્ટ્સ કરેલી છે. એકમાં તેણે લખ્યું છે કે દરેક વ્યક્તિના મનમાં એવો ભ્રમ છે કે તેની ઘણી ગર્લફ્રેન્ડ્સ છે, પરંતુ તેઓ નથી જાણતા કે હું બીજાઓની ગર્લફ્રેન્ડ અને મહિલાઓ સાથે છેડતી કરું છું. પોલીસે આરોપી નિશુને ઘટનાના 96 કલાક પછી સોનીપત જિલ્લાના ગામ રિઠાલમાં આવેલી સૂરજ એકેડેમીથી પકડ્યો હતો.મહિલાઓ વિરુદ્ધ કરતો હતો અપમાનજનક પોસ્ટ
– આરોપી નિશુનું ફેસબુક અકાઉન્ટ મહિલાઓ તેમજ યુવતીઓ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ્સથી ભરેલું છે. આ ઉપરાંત તેણે ઘણા અશ્લીલ વીડિયો પણ શેર કરેલા છે.
– એક પોસ્ટમાં આરોપીએ લખ્યું છે, જ્યારથી RO સિસ્ટમ આવી છે, ગામના છોકરાંઓએ કૂવા પર મહિલાઓની છેડતી કરવાનો મોકો ગુમાવી દીધો છે.
– ફેસબુક પર તેના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ્સ તેનું માનસિક સ્તર દર્શાવે છે. મોટાભાગની તો એવી પોસ્ટ્સ છે કે જેના વિશે જણાવી શકાય એમ નથી.
– આ ઉપરાંત કેટલીક પોસ્ટ્સમાં ઇન્ડિયન આર્મીને જોઇન નહીં કરી શકવાની નિરાશા પણ દેખાય છે. ગેંગરેપનો બીજો આરોપી જવાન પંકડ પણ તેની ઘણી પોસ્ટમાં ટેગ થયેલો જોવા મળે છે. હાલ તે ફરાર છે.
ગેંગરેપ એ નિશુનો પ્લાન હતો
– પોલીસના જણાવ્યા પ્રમાણે, 19 વર્ષીય યુવતી સાથે ગેંગરેપ કરવાનો પ્લાન નિશુએ જ બનાવ્યો હતો. નૂંહની એસપી નાઝનીન ભસીનના જણાવ્યા પ્રમાણે, બીજો આરોપી દીનદયાલ તે ટ્યૂબવેલનો માલિક છે, જ્યાં ગેંગરેપને અંજામ આપવામાં આવ્યો.
– આ ઉપરાંત આરોપી ડોક્ટર સંજીવે તેમાં સહઆરોપીઓની મદદ કરી. નિશુ જ મુખ્ય આરોપી છે, જેણે પાછળથી ડોક્ટરને આ વિશે જણાવ્યું હતું. હાલ બે આરોપીઓ ફરાર છે, જેમાં એક સેનાનો જવાન છે