અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ રમાઈ રહી છે. આજે આ મેચનો ત્રીજો દિવસ છે અને ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલ ક્રિઝ પર રમી રહ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 35 રને કુહનેમેનેનો શિકાર થયો. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમે કરેલાં સ્કોરનો પીછો કરી રહી છે. મહત્ત્વનું છે કે, ગઈકાલે મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ 480 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. જેમાં રોહિત શર્મા અને શુભમન ગીલે બીજા દિવસના અંતે 0 વિકેટે 36 રનની ભાગીદારી કરી હતી
ઓસ્ટ્રેલિયા 480માં ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરતાં ઓસ્ટ્રેલિયા 480 રનમાં ઓલઆઉટ થયું છે. તેમના માટે ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીને સદી ફટકારતા અનુક્રમે 180 અને 114 રન બનાવ્યા હતા. ભારત માટે રવિચંદ્રન અશ્વિને સર્વાધિક 6 વિકેટ ઝડપી.
ઘરઆંગણે સૌથી વધુ 5 વિકેટ હોલ લેનાર બોલર્સ
- 45 – મુથૈયા મુરલીધરન
- 26 – રવિચંદ્રન અશ્વિન, રંગાના હેરાથ
- 25 – અનિલ કુંબલે