બોલીવુડમાં ફક્ત બે જ ફિલ્મો કરી ચૂકેલી અભિનેત્રી સારા અલી ખાન મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય બની છે. તે સુંદર છે અને આ વાતને લઈને ચર્ચાઓ થતી રહેતી હોય છે પણ હવે સારા અલી ખાનની ફેશન સેન્સને મામલે પણ તે ટૉપ ટેન અભિનેત્રીઓથી ક્યાંય પાછળ પડતી નથી. સારા અલી ખાનને ખૂબ જ સારી રીતે આ વાતનો અંદાજો છે કે તેને ક્યારે શું પહેરવું છે. તે જેટલી સ્ટાઇલિશ વેસ્ટર્ન આઉટફિટ્સમાં લાગે છે તેટલી જ સુંદર તે અથનિક કપડાંમાં પણ લાગે છે. જો વેડિંગ સીઝન માટે તમે લહેંગાની લેટેસ્ટ ડિઝાઇન્સ શોધી રહ્યા છો તો તમારે એકવાર સારા અલી ખાને પહેરેલા આ લહેંગાની ડિઝાઇન્સ પર એક નજર નાખી લેવી જોઇએ. સારા અલી ખાન ઘણીવાર મોટા મોટા ફેશન ડિઝાઇનર્સના લહેંગામાં જોવા મળી છે. તો ચાલો જાણીએ સારા અલી ખાને પહેરેલા કેટલાક લહેંગાની ડિઝાઇન્સની ડિટેલ્સ વિશે જે તમે તમારા લોકલ ટેલર પાસેથી પણ કરાવી શકો છો ડિઝાઇન.
આ લહેંગામાં સારા અલી ખાન ખૂબ જ રૉયલ દેખાઇ રહી હતી. આકા લહેંગામાં સિલ્વર થ્રેડથી એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. લહેંગાની ચોળી પણ ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી હતી. જણાવીએ કે આજકાલ આવા લાઇટ વેઇટ લહેંગાની જ ફેશન છે. જે તમને ખૂબ જ એલિગેન્ટ લૂક આપે છે.
લગ્નના ફંકશનમાં તમે પણ સારા અલી ખાને જેવી ડિઝાઇનો લહેંગો પહેર્યો હતો તેવો લહેંગો ટ્રાય કરી શકો છો. તમને લાઇટ સિલ્વર ડિઝાઇન વાળું કાપડ બજારમાં સરળતાથી મળી જશે. આવા પ્રકારના લહેંગા તમે કોઈપણ સારા લોકલ ટેલર પાસેથી સીવડાવી શકો છો.