તમામ રાજ્યોની સાથે વાતચીત અને નિષ્ણાતોના અભિપ્રાયો બાદ લોકડાઉનને લંબાવવાનો નિર્ણય લેવાયો : શિસ્તમાં રહી ઘરમાં જ રહેવાનો મોદીનો અનુરોધ
નવીદિલ્હી, તા. ૧૪
દેશમાં કોરોના વાયરસની ગંભીર બની રહેલી સ્થિતી વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધારણા પ્રમાણે જ દેશમાં લોકડાઉનને ત્રીજી મે સુધી વધારી દેવાની જાહેરાત કરી હતી. આની સાથે જ લોકડાઉન-૨ને લઇને ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાનો અંત આવ્યો હતો. દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વેળા આ મોટી જાહેરાત કરી હતી. મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યુ હતુ કે જે ક્ષેત્ર આ અગ્નિ પરીક્ષામાં સફળ રહેશે, જે હોટસ્પોટમાં રહેશે નહીં, જે વિસ્તારના હોટસ્પોટમાં બદલાઇ જવાની આશંકા ઓછી રહેશે, ત્યાં ૨૦મી એપ્રિલ બાદ કેટલીક જરૂરી ગતિવિધીઓને મંજુરી આપવામાં આવી શકે છે. મોદીએ કહ્યુ હતુ કે ત્રીજી મે સુધી તમામ લોકોને હાલની જેમ તમામ નિયમોનુ પાલન કરવાનુ રહેશે. આ ગાળા દરમિયાન અમને શિસ્તનુ એવુ જ રીતે પાલન કરવાનુ રહેશે જે રીતે હજુ કરી રહ્યા છીએ. મોદીએ સંબોધન કરતા કહ્યુ હતુ કે લોકડાઉનને વધારી દેવામાં આવે તેમ તમામ રાજ્યો ઇચ્છતા હતા. તેમના સુચનોને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યુ હતુ કે કેટલાક રાજ્યો તો પહેલાથી જ લોકડાઉનના ગાળાને વધારી ચુક્યા છે. જેટલા સંયમ સાથે લોકો લોકડાઉનના નિયમોને પાળી રહ્યા છે તે સન્માનની વાત છે. મોદીએ કહ્યુ હતુ કે સામાન્ય લોકોને પરેશાની આવી રહી છે તે બાબતથી તેઓ વાકેફ છે પરંતુ હાલમાં અન્ય કોઇ વિકલ્પ રહેલા નથી. મોદીએ દેશના જુદા જુદા વિસ્તારમાં આવી રહેલા તમામ તહેવારની પણ લોકોને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ કહ્યુ હતુ કે આજે ભારતની પાસે ભલે મર્યાદિત સંશાધન રહેલા છે પરંતુ જારદાર લડાઇ ભારત દ્વારા લડવામાં આવી રહી છે. કોરોના વેક્સીન બનાવવા માટે ભારતના યુવા વૈજ્ઞાનિકો આગળ આવે તે જરૂરી છે. વિશ્વ કલ્યાણ માટે અને માનવ કલ્યાણ માટે આ વેક્સીન તૈયાર કરવામાં યુવા વૈજ્ઞાનિકો લાગી જાય તેમ તેઓ ઇચ્છે છે. મોદીએ કહ્યુ હતુ કે લોકડાઉન દરમિયાન કોઇએ લાપરવાહી કરવાની નથી અને કોઇને વાપરવાહી કરવા દેવી પણ નથી. આવતીકાલે આ સંબંધમાં એક વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવામાં આવનાર છે. જે તમામ લોકોને ધ્યાનમાં રાખવાની રહેશે. આગામી એક સપ્તાહમાં કોરોનાની સામે લડાઇને વધારે કઠોર રીતે લડવામાં આવનાર છે. કઠોરતા વધારી દેવામાં આવનાર છે. ૨૦મી એપ્રિલ સુધી દરેક વિસ્તાર, દરેક વિસ્તારો અને દરેક રાજ્ય અને દરેક જિલ્લાનુ મુલ્યાંકન કરવામાં આવનાર છે. ત્યાં લોકડાઉનનુ કેટલુ પાલન થઇ રહ્યુ છે તે બાબતની નોંધ લેવામાં આવનાર છે. આ ક્ષેત્રો કોરોનાને કેટલી હદ સુધી રોકી રહ્યા છે તે બાબત પર નજર રાખવામાં આવનાર છે. અમને હોટસ્પોટને લઇને વધારે સાવધાની રાખવાની જરૂર છે. જે વિસ્તાર હોટસ્પોટમાં બદલાઇ જવાની શંકા છે તેના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નવા હોટસ્પોટનુ નિર્માણ અમારી મહેનત અને તપસ્યાને વધારે પડકાર ફેંકનાર છે. હવે કોરોના નવા વિસ્તારમાં કોઇ કિંમતે ન ફેલાય તે બાબત પર ધ્યાન રાખવાની જરૂર છે. સ્થાનિક સ્તર પર જા હવે એક પણ દર્દી વધે છે તો તે અમારા માટે ચિંતાની બાબત રહે તે જરૂરી છે. મોદીએ કહ્યુ હતુ કે જ્યારે અમારે ત્યાં કોરોનાના માત્ર ૫૫૦ કેસ હતા ત્યારે ૨૧ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી મોટુ પગલુ ભારતે ભર્યુ હતુ. ભારતે સમસ્યા વધે તેની રાહ જાઇ ન હતી. જેમ જ સમસ્યા દેખાઇ ત્યારે તરત જ તેના ફેલાવાને રોકવા માટે પગલા લેવામાં આવ્યા હા. આજે સમગ્ર વિશ્વમાં કોરોનાને લઇને જે સ્થિતી છે તેનાથી તમામ લોકો વાકેફ છે. અન્ય દેશોની તુલનામાં ભારતે કેવા પગલા લીધા છે અને કોરોનાને ફેલતા રોકવા માટે શુ કર્યુ છે તેના માટે તમામ લોકો સાક્ષી પણ છે. દેશ દુનિયામાં છવાઇ ગયેલા કોરોનાના હાહાકાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત રાષ્ટ્રને સંબોધન કર્યુ હતુ. છેલ્લે મોદીએ ૨૪મી માર્ચના દિવસે પોતાના સંબોધનમાં ૨૧ દિવસ માટે દેશવ્યાપી લોકડાઉ
નની જાહેરાત કરી હતી. તે પહેલા ૧૯મી માર્ચના દિવસે મોદીએ સંબોધન કરી ૨૨ માર્ચના દિવસે એક દિવસ માટે જનતા કરફ્યુની જાહેરાત કરી હતી.
સમયસર કઠોર પગલાથી ખુબ મોટો ફાયદો થયો : મોદીના દૂરદર્શી પગલાથી કોરોનાના ફેલાવવા ઉપર બ્રેક : રાષ્ટ્રભરમાં કોરોના વિરોધી પગલાથી WHO પ્રભાવિત
કોરોના વાયરસ સામે લડવા માટે ભારત દ્વારા લેવામાં આવી રહેલા એક પછી એક પગલાઓની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. ડબલ્યુએચઓ દ્વારા પણ ભારતના પગલાની પ્રશંસા કરવામાં આવી છે. ડબલ્યુએચઓના અધિકારીઓના કહેવા મુજબ ભારત સરકાર દ્વારા ખુબ જ કઠોર અને સમયસર પગલા લેવામાં આવ્યા છે જેના પરિણામ સ્વરુપે કોરોના વાયરસના ફેલાવાને રોકવામાં કેટલીક હદ સુધી સફળતા મળી ચુકી છે. ડબલ્યુએચઓના સાઉથ ઇસ્ટ એશિયાના રિઝનલ ડિરેક્ટર પૂનમ ખેતરપાલસિંહે કહ્યું છે કે, આંકડાઓને જાતા પરિણામ અંગે વાત કરવી હાલમાં વહેલીતકે હશે પરંતુ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ખુબ જ અસરકારક પગલા તરીકે છે. સોશિયલ ડિસ્ટન્સ રાખવાની બાબત પણ અસરકારક સાબિત થઇ રહી છે. આરોગ્યના શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે જેના ભાગરુપે કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓના સંપર્કોને શોધી કાઢવા, આઈસોલેશન અને અટકાયત જેવા પગલા ખુબ જ અસરકારક સાબિત થઇ રહ્યા છે. આનાથી કોરોના પર બ્રેક મુકાઈ છે.
મોદીએ દેશવાસીઓ પાસેથી સાત વાચનો માંગ્યા:
દેશમાં કોરોના વાયરસની ગંભીર બની રહેલી સ્થિતી વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધારણા પ્રમાણે જ દેશમાં લોકડાઉનને ત્રીજી મે સુધી વધારી દેવાની જાહેરાત કરી હતી. આની સાથે જ લોકડાઉન-૨ને લઇને ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાનો અંત આવ્યો હતો. દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વેળા આ મોટી જાહેરાત કરી હતી. મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યુ હતુ કે જે ક્ષેત્ર આ અગ્નિ પરીક્ષામાં સફળ રહેશે, જે હોટસ્પોટમાં રહેશે નહીં, જે વિસ્તારના હોટસ્પોટમાં બદલાઇ જવાની આશંકા ઓછી રહેશે, ત્યાં ૨૦મી એપ્રિલ બાદ કેટલીક જરૂરી ગતિવિધીઓને મંજુરી આપવામાં આવી શકે છે. મોદીએ દેશવાસીઓ પાસેથી સાત વચન માંગ્યા હતા જે નીચે મુજબ છે.
- પોતાના ઘરમાં રહેલા વરિષ્ઠ લોકોનુ ખાસ ધ્યાન રાખવામાં આવે. ખાસ કરીને એવા લોકોની કાળજી વધારે રાખવામાં આવે તે જે પહેલાથી જ કેટલીક બિમારીથી ગ્રસ્ત છે. તેમની વધારે કાળજી જરૂરી છે. તેમને કોરોનાથી બચાવવાની જરૂર છે
- લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગની લક્ષ્મણ રેખાને પૂર્ણ રીતે પાળવામાં આવે. ઘરમાં બનેવા ફેસ કવર અથવા તો માસ્કનો ફરજિયાત રીતે પાલન કરવામાં આવે
- પોતાની ઇમ્યુનિટી વધારી દેવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનુ પાલન કરવામાં આવે, ગરમ પાણી પિવામાં આવે, ગરમી ચીજાનો ઉપયોગ કરો
- કોરોના ઇન્ફેક્શનને રોકવા માટે આયોગ્ય સેતુ મોબાઇલ એપ ચોક્કસપણે ડાઉનલોડ કરો, બીજાને પણ આ એપ ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરવામાં આવે
- જેટલુ શક્ય બને તે પ્રમાણમાં ગરીબ પરિવારની કાળજી રાખવામાં આવે. તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે
- પોતાના વેપાર અને કારોબારમાં રહેલા લોકો પ્રત્યે સંવેદના રાખીને કોઇને નોકરીમાંથી બહાર કરવામાં ન આવે તે જરૂરી છે
- દેશમાં કોરોના યોદ્ધાઓ અમારા તબીબો, નર્સો, સફાઇ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓનુ સન્માન કરવામાં આવે તે જરૂરી છે.
મોદીએ સંબોધનમાં શું કહ્યુ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઈ વચ્ચે સંબોધન કર્યું હતું. રાષ્ટ્રને નામ સંબોધનમાં મોદીએ વિવિધ મુદ્દા પર વાત કરી હતી અને લોકો પાસેથી કેટલાક વચનો પણ માંગ્યા હતા. મોદીએ સંબોધનમાં શું કહ્યું તે નીચે મુજબ છે.
- કોરોના જે રીતે પ્રસરી રહ્યો છે તેના કારણે વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો તથા સરકારો વધુ સાવધાન બની ગઈ છે
- ભારતમાં પણ કોરોના સામેની લડાઈ જારદારરીતે લડવામાં આવી રહી છે
- ભારત વાસીઓની જિંદગીની સામે કોઇની સરખામણી થવી જાઇએ નહીં
- સંશાધનો મર્યાદિત હોવા છતાં જે પગલા લેવાયા છે તેની પ્રશંસા વિશ્વમાં થઇ રહી છે
- માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી જાઈએ તો નિર્ણય મોંઘો પડ્યો છે પરંતુ લોકો સાથે ચેડા થઇ શકે નહીં
- ભારતમાં લોકડાઉન હવે ત્રીજી મે સુધી જારી રાખીને નિયમો પાળવાના રહેશે
- કોરોના કોઇપણ કિંમતે નવા વિસ્તારમાં ન ફેલાય તે જરૂરી છે
- એક પણ દર્દી વધે તો હવે આપણા માટે ચિંતાનો વિષય બનવો જાઇએ
- આગામી એક સપ્તાહ સુધી કોરોના વિરોધી લડાઈમાં કઠોરતા વધારવામાં આવશે
- કોરોનાની સામે ભારતની મજબુત લડાઇ જારી રહી છે
- દેશના લોકોના ત્યાગના કારણે જ ભારતે હજુ સુધી કોરોનાના કારણે થનાર નુકસાનને કેટલીક હદ સુધી રોકી દેવામાં સફળતા મેળવી છે
- સામાન્ય લોકોએ કષ્ટ ઉઠાવીને દેશને બચાવી લેવામાં સફળતા મેળવી છે
- તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો અને અન્યો સાથે વાતચીત કર્યા બાદ ત્રીજી મે સુધી લોકડાઉનને લંબાવવાની જરૂરિયાત દેખાઇ રહી છે
- જે ક્ષેત્ર આ અગ્નિ પરીક્ષામાં સફળ રહેશે, જે હોટસ્પોટમાં રહેશે નહીં, જે વિસ્તારના હોટસ્પોટમાં બદલાઇ જવાની આશંકા ઓછી રહેશે, ત્યાં ૨૦મી એપ્રિલ બાદ કેટલીક જરૂરી ગતિવિધીઓને મંજુરી આપવામાં આવી શકે છે.
- ત્રીજી મે સુધી તમામ લોકોને હાલની જેમ તમામ નિયમોનુ પાલન કરવાનુ રહેશે. આ ગાળા દરમિયાન અમને શિસ્તનુ એવુ જ રીતે પાલન કરવાનુ રહેશે જે રીતે હજુ કરી રહ્યા છીએ.
- સામાન્ય લોકોને પરેશાની આવી રહી છે તે બાબતથી તેઓ વાકેફ છે પરંતુ હાલમાં અન્ય કોઇ વિકલ્પ રહેલા નથી.
- કોરોના વેક્સીન બનાવવા માટે ભારતના યુવા વૈજ્ઞાનિકો આગળ આવે તે જરૂરી છે. વિશ્વ કલ્યાણ માટે અને માનવ કલ્યાણ માટે આ વેક્સીન તૈયાર કરવામાં યુવા વૈજ્ઞાનિકો લાગી જાય તેમ તેઓ ઇચ્છે છે.
- આજે ભારતની પાસે ભલે મર્યાદિત સંશાધન રહેલા છે પરંતુ જારદાર લડાઇ ભારત દ્વારા લડવામાં આવી રહી છે.
- લોકડાઉન દરમિયાન કોઇએ લાપરવાહી કરવાની નથી અને કોઇને વાપરવાહી કરવા દેવી પણ નથી.
- ૨૦મી એપ્રિલ સુધી દરેક વિસ્તાર, દરેક વિસ્તારો અને દરેક રાજ્ય અને દરેક જિલ્લાનુ મુલ્યાંકન કરવામાં આવનાર છે. ત્યાં લોકડાઉનનુ કેટલુ પાલન થઇ રહ્યુ છે તે બાબતની નોંધ લેવામાં આવશે
- નવા હોટસ્પોટનુ નિર્માણ અમારી મહેનત અને તપસ્યાને વધારે પડકાર ફેંકનાર છે.
- હવે કોરોના નવા વિસ્તારમાં કોઇ કિંમતે ન ફેલાય તે બાબત પર ધ્યાન રાખવાની જરૂર છે.
તમામ પ્રવાસી ટ્રેનોને ત્રીજી મે સુધી બંધ રાખવા ફેંસલો:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લોકડાઉનને વધારી દેવાની જાહેરાત કરી દીધા બાદ તરત જ રેલવે દ્વારા તેની તમામ ટ્રેનોને ત્રીજી મે રાત્રે ૧૨ વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. આની સાથે જ હાલમાં કોઇ યાત્રી ટ્રેનો ટ્રેક પર દેખાશે નહીં. માત્ર માલગાડીની સેવા જારી રહેનાર છે. લોકડાઉન લંબાવી દેવામાં આવ્યા બાદ તમામ પ્રિમિયમ ટ્રેનો, મેઇલ, એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો, સબ અર્બન ટ્રેનો, કોલકત્તા મેટ્રો રેલ, કોકણ રેલવેની તમામ સેવાઓને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે રેલવે દ્વારા તમામ યાત્રી ટ્રેન સેવાને ત્રીજી મે સુધી બંધ રાખવામાં આવનાર છે. રેલવે દ્વારા ટ્વિટ કરીને આ અંગેની જાહેરાત કરી દીધી છે. ભારતીય રેલવેની તમામ સેવાઓ બંધ રહેનાર છે. રેલવે સાથે જાડાયેલા તમામ વરિષ્ઠ અધિકારીઓએ તેમની પ્રતિક્રિયામાં કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનને વધારી દેવાનો નિર્ણય કરાયા બાદ હવે તમામ યાત્રી ટ્રેનોને બંધ રાખવા માટે રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો ચે. આ પહેલા ૧૪મી એપ્રિલ સુધી રેલવે સેવાને શરૂ કરવાના સંકેત દેખાઇ રહ્યા હતા. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ૨૧ દિવસના લોકડાઉનના ગાળા બાદ ટ્રેન સેવાને ૧૫મી એપ્રિલના દિવસથી શરૂ કરવામાં આવશે. જા ેકે મોદી સરકારે લોકડાઉનની અવધિને વધારી દેવાની જાહેરાત કરી છે. કેટલાક લોકોએ તો રિઝર્વેશન પણ ૧૫મી એપ્રિલ બાદના કરાવી લીધા હતા. જા કે ટ્રેન સેવાને હાલમાં બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેન સેવા સાવચેતીના પગલારૂપે બંધ રાખવામાં આવી છે. ટ્રેન સેવા કોરોનાને રોકવામાં ચાવીરૂપ ભૂમિકા અજા કરી શકે છે. કારણ કે ટ્રેન રોકવાથી લોકો ઘરમાં રહેશે. દરમિયાન લોકડાઉનની પૂર્વઘોષિત અવધિ અથવા તો વધારવામાં આવેલી અવધિ દરમિયાન રેલ યાત્રા માટે જા ટિકિટ બુક કરાવવામાં આવી છે તો આ ગાળા દરમિયાન રિફંડ પણ મળી શકશે. હવે ૩૧મી જુલાઈ સુધી ટ્રેન ટિકિટ માટે રિફંડ મેળવી શકાશે. રેલવે દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે લોકડાઉનની અવધિ વધારવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ રેલવે તરફથી આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. મોદી તરફથી લોકડાઉનની અવધિને વધારી દેવાયા બાદ રેલવે બોર્ડના અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં નિર્ણય કરાયો હતો કે, લોકોને રદ કરવામાં આવેલી ટ્રેનોની ટિકિટ કેન્સલ કરવા બદલ રિફંડ આપવા માટેની તારીખ ૩૧મી જુલાઈ ૨૦૨૦ સુધી રહેશે. આ પહેલા ૨૩મી માર્ચના દિવસે રેલવે દ્વારા ટિકિટ કેન્સલ કરવા માટે ચુકવણીની મર્યાદાને ત્રણ મહિના વધારી દીધી હતી. ઓનલાઈન ટિકિટ બુક કરાવનારના પૈસા ઓટોમેટિક પૈસા રિફંડ થઇ જશે જ્યારે કાઉન્ટર ટિકિટ માટે કેન્સલેશન કાઉન્ટર ઉપર જ થશે.
ત્રીજી મે સુધી વિમાની મુસાફરી પર પણ બ્રેક :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની લડાઈમાં લોકડાઉન-૨ની આજે જાહેરાત કરી દીધી હતી. હવે ત્રીજી મે સુધી દેશમાં લોકડાઉનની સ્થિતિ રહેશે. ત્યારબાદ રેલવે દ્વારા તમામ ટ્રેનોને રદ કરવામાં આવી હતી. હવે વિમાની યાત્રા પણ ત્રીજી મે સુધી બંધ રહેશે. ઉડ્ડયન મંત્રાલય દ્વારા તમામ યાત્રી વિમાનોને ત્રીજી મે સુધી સસ્પેન્ડ રાખવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ત્રીજી મે સુધી બંધ રહેશે. જા કે, એવા સંકેત મળી રહ્યા છે કે, સરકાર ત્રીજી મે બાદ વિમાની સેવા પર પ્રતિબંધને દૂર કરી શકે છે. કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી હરદીપપુરીએ આજે આ મુજબની માહિતી આપી હતી. ઉડ્ડયન મંત્રાલય તરફથી આજે ૧૨ વાગે એક ટ્વિટ જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વિમાની સેવા ત્રીજી મે સુધી બંધ રહેશે. હરદીપપુરીએ કહ્યું છે કે, ત્રીજી મે સુધી લોકડાઉન વધારવાની પાછળ ખુબ સારા કારણો છે. યાત્રીઓની
સમસ્યાને અમે જાણીએ છીએ પરંતુ સંકટની ઘડીમાં તમામ સાથે રહે તે જરૂરી છે.