અમદાવાદ
ગુજરાતના વડનગર ખાતે ચાની જે સ્ટોલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બાળપણમાં ચા વેચતા હતા, તેને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું કામ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃત પ્રધાન પ્રહલાદ પટેલે તે સ્ટોલના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માટે કાચથી કવર કરવા માટેના આદેશ આપ્યા છે.

આ દુકાનને ટૂરિસ્ટ સેન્ટર બનાવવાનો નિર્ણય 2017માં જ લઈ લેવામાં આવ્યો હતો. ચાનો આ સ્ટોલ વડનગર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોદીના જન્મ સ્થળ વડનગરનો નકશો એક વ્યાપક પ્રોજેક્ટના ભાગ રૂપે આ ચાના સ્ટોલને પર્યટન કેન્દ્રમાં રૂપાંતરિત કરવાની યોજના છે.

આ અગાઉ 2017માં, સંસ્કૃતિ અને પર્યટક મંત્રાલય અને ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ મંત્રાલય (એએસઆઈ)ના અધિકારીઓએ રવિવારે શહેરની મુલાકાત લીધી હતી. 2014ની લોકસભાની ચૂંટણી અગાઉ વડાપ્રધાન મોદીએ રેલીઓમાં બાળપણના દિવસોમાં વડનગર રેલ્વે સ્ટેશન પર તેમના પિતા સાથે ચા વેચવાનો ઉલ્લેખ કર્યો હતો.અમદાવાદ વિભાગના વિભાગીય રેલવે મેનેજર (ડીઆરએમ) દિનેશ કુમારે પણ અગાઉ જણાવ્યું હતું કે વડનગર અને મહેસાણા જિલ્લામાં તેના નજીકના વિસ્તારોના વિકાસ માટેનો આખો પ્રોજેક્ટ રૂ. 100 કરોડથી વધુનો હશે