Friday, May 9, 2025
Homenationalવડા પ્રધાન મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટની શિલારોપણ વિધિ કરી

વડા પ્રધાન મોદીએ લાઈટ હાઉસ પ્રોજેક્ટની શિલારોપણ વિધિ કરી

Date:

spot_img

Related stories

એસબીઆઈ લાઈફે હેક-એઆઈ-થોન લોન્ચ કરી, એઆઈ સંચાલિત ઈનોવેશન ઈન્સ્યોરન્સના...

ભારતની ટોચની વિશ્વસનીય ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક...

ડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચરે પૂણેમાં રૂ. 1,100 કરોડની થીમ...

ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌપ્રથમ કહી શકાય તેવી પહેલમાં...

શ્રી પ્રવિણચંદ્ર એન પરમારે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈના સભ્ય...

રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈ, એ જાહેરાત કરતા આનંદ અનુભવે...

WOL3D દેશભરમાં એક્સપિરિયન્સ સેન્ટર્સનું વિસ્તરણ કરીને થ્રીડી પેઇન્ટિંગને ગ્રાહકોની...

થ્રીડી પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ટોચની એસએમઈ પૈકીની એક અને ભારતની...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન,...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન...

માઈકલ કોર્સ મેટ ગાલા 2025 માં સ્ટાર-સ્ટડેડ કસ્ટમ ક્રિએશન...

વૈશ્વિક ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સ જે સમય રહિત ભવ્યતા...
spot_img

નવી દિલ્હી: અત્યાધુનિક ટૅક્નોલોજીની મદદથી દેશના છ રાજ્યમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ (એલએચપી) અમલમાં મૂકવામાં આવ્યો હોવાનું જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે આ બાબત દેશના બાંધકામ ક્ષેત્રને નવી દિશા આપશે અને સહકારી સંઘવાદને વધુ મજબૂત બનાવશે.ગ્લોબલ હાઉસિંગ ટૅક્નોલોજી ચેલેન્જ-ઈન્ડિયા (જીએચટીસી-ઈન્ડિયા) હેઠળ છ એલએચપીનું તેમણે શિલારોપણ કર્યું હતું.આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૨ મહિનામાં છ શહેર (પ્રત્યેક)માં ૧૦૦૦ ઘરનું નિર્માણ કરવામાં આવશે.આ છ પ્રોજેક્ટ દેશના બાંધકામ ક્ષેત્રને નવી દિશા આપશે, એમ તેમણે કહ્યું હતું. દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ર્ચિમના રાજ્યોની આ અભિયાનમાં હિસ્સેદારી સંઘભાવનાને વધુ મજબૂત બનાવશે, એમ તેમણે કહ્યું હતું.વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કાર્યક્રમને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે ગરીબો માટે ઘર અને મધ્યમ વર્ગ અમારી સરકારની પ્રાથમિકતા છે.છેલ્લાં છ વર્ષ દરમિયાન અમારી સરકાર દ્વારા લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંઓએ સામાન્ય નાગરિકના મનમાં ‘મારું પણ એક ઘર હશે’ એવો વિશ્ર્વાસ પુન:સ્થાપિત કર્યો છે.તેમણે કહ્યું હતું કે રૂપિયા ખર્ચવા છતાં આપવામાં આવેલા વચન મુજબ સમયસર ઘર મળશે કે નહીં. ઘર નહીં મળે તો કાયદાકીય ટેકો મળશે કે નહીં એની પણ ખાતરી ન હોવાથી તેમનો વિશ્ર્વાસ ડગમગી ગયો હતો અને એટલે જ લોકોનું ‘મારું પણ એક ઘર હોય’ એ સપનું વેરણછેરણ થઈ ગયું હતું.ઊંચા વ્યાજદરે પણ ઘર ખરીદવાના તેમના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું હોવાનું મોદીએ કહ્યું હતું.બાંધકામ ક્ષેત્ર દેશના અર્થતંત્રને વેગ આપનાર પરિબળ તરીકે કામ કરે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્રને વેગ આપવા અમારી સરકારે અનેક પગલાં લીધાં છે અને ભવિષ્યમાં પણ પગલાં લેવાનું ચાલુ જ રાખશે.એલએચપી અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે અત્યાધુનિક ટૅક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવવાનો હોવાને કારણે ઘરના નિર્માણના સમયમાં ઘટાડો થશે અને બાંધકામ ક્ષેત્ર વધુ સ્થિતિસ્થાપક, પરવડી શકે તેવું થશે અને ગરીબોને આરામદાયક ઘર મળશે.ફ્રાન્સ, જર્મની અને કૅનેડામાં બાંધકામ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક ટૅક્નોલોજીને ભારતમાં ઉપયોગમાં લેવામાં આવશે.ઍન્જિનિયરો, આર્કિટૅક્ટો, વિદ્યાર્થીઓ અને પ્લાનરોને આ પ્રોજેક્ટની મુલાકાત લેવાની મોદીએ વિનંતી કરી હતી.તેમણે કહ્યું હતું કે ઝડપી નિર્માણ માટે આજે ભારતે જુદો અભિગમ, જુદો માર્ગ અને વધુ સારી ટૅક્નોલોજી અપનાવ્યા છે.

એસબીઆઈ લાઈફે હેક-એઆઈ-થોન લોન્ચ કરી, એઆઈ સંચાલિત ઈનોવેશન ઈન્સ્યોરન્સના...

ભારતની ટોચની વિશ્વસનીય ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક...

ડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચરે પૂણેમાં રૂ. 1,100 કરોડની થીમ...

ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌપ્રથમ કહી શકાય તેવી પહેલમાં...

શ્રી પ્રવિણચંદ્ર એન પરમારે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈના સભ્ય...

રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈ, એ જાહેરાત કરતા આનંદ અનુભવે...

WOL3D દેશભરમાં એક્સપિરિયન્સ સેન્ટર્સનું વિસ્તરણ કરીને થ્રીડી પેઇન્ટિંગને ગ્રાહકોની...

થ્રીડી પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ટોચની એસએમઈ પૈકીની એક અને ભારતની...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન,...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન...

માઈકલ કોર્સ મેટ ગાલા 2025 માં સ્ટાર-સ્ટડેડ કસ્ટમ ક્રિએશન...

વૈશ્વિક ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સ જે સમય રહિત ભવ્યતા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here