Tuesday, January 14, 2025
Homenationalવડા પ્રધાન મોદીએ IIM સંબલપુરનો શીલાન્યાસ કર્યો

વડા પ્રધાન મોદીએ IIM સંબલપુરનો શીલાન્યાસ કર્યો

Date:

spot_img

Related stories

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...
spot_img

નવી દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસાના સંબલપુરમાં શરૂ થનારી IIMનો શીલાન્યાસ વિડિયો કોન્ફરન્સ દ્વારા આજે સવારે કર્યો હતો. આ પ્રસંગે ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક પણ સમારોહમાં સહભાગી થયા હતા.નવીન પટનાઇક ઉપરાંત રમેશ પોખરિયાલ, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ ચંદ્ર સારંગી જેવા કેન્દ્રીય પ્રધાનો પણ હાજર હતા.આ પ્રસંગે વડા પ્રધાને કહ્યું કે આ IIM ઓરિસાના યુવાનોના સામર્થ્યને સુદ્રઢ કરશે. આ શીલા અને અહીં સ્થપાનારો કાયમી કેમ્પસ ઓરિસાની મહાન સંસ્કૃતિ  અને સંસાધનોને વિશ્વ સમક્ષ મૂકવા ઉપરાંત મેનેજમેન્ટડ વિશ્વમાં ઓરિસાને નવી ઓળખ આપશે.આ કેમ્પસનું નિર્માણ કાર્ય 2022 સુધીમાં પૂરું કરવાની યોજના છે. આ ઇમારતમાં તમામ લેટેસ્ટ ટેક્નોલોજીકલ સુવિધાઓ હશે. વડા પ્રધાને આ કાર્યક્રમમાં યુવાનો અને સ્ટાર્ટ અપમાં રસ ધરાવતા સૌ કોઇને જોડાવાની હાકલ કરી હતી. આ IIM ફ્લીપ્ડ ક્લાસરૂમ શરૂ કરનારી પહેલી IIM બની રહેશે. વડા પ્રધાને દેશના વિકાસ કાર્યોમાં સંનિષ્ઠ પ્રદાન કરનારી તમામ IIMને બિરદાવી હતી. તેમણે કહ્યું કે વિદેશોમાં આપણા સેંકડો યુવાનો આવી IIMમાં તૈયાર થઇને જવાબદારી ભર્યા હોદ્દાઓ પર કાર્યરત છે. રાષ્ટ્રીય વિકાસમાં પણ IIM એ બહુ માતબર ફાળો આપ્યો હતો. આપણે આવી IIM સંસ્થાઓ માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ.તેમણે કહ્યું કે આજના સ્ટાર્ટ અપ આવતી કાલના સફળ ઉદ્યોગપતિ છે. એમના ઉત્સાહને આપણે વધારવાનો છે. સંબલપુર એક મોટો એજ્યુકેશન હબ બની રહ્યો હતો. ફાર્મિંગથી માંડીને સ્પેસ સેક્ટર સુધી સ્ટાર્ટ અપ્સનો સ્કોપ વધી રહ્યો હતો. વડા પ્રધાને કહ્યું કે લોકલને ગ્લોબલ બનાવવા માટે આઇઆઇએમના વિદ્યાર્થીઓએ નવા અને ઇનોવેટિવ સાધનો શોધવા પડશે. તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આઇઆઇએમ લોકલ ઉત્પાદકો અને ગ્લોબલ ઉત્પાદકો વચ્ચે કડી રૂપ બની શકે છે.  આ દાયકો દેશની પ્રગતિ માટે ઉત્તમ છે એવો અભિપ્રાય પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here