
વડોદરાના આજવા વારસિયા રોડ પર એક મકાનમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડી તેની સંચાલિત સામે ગુનો દાખલ કર્યો છે. કિશનવાડી વિસ્તારમાં મહાકાળી સોસાયટીની પાછળ કબીર ચોક વિસ્તારમાં રહેતી પારૂલ ઉર્ફે પાયલ બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ કેટલાક સમયથી બહારથી યુવતીઓને બોલાવી કુટણખાનું ચલાવતી હોવાની વિગતોને પગલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડયો હતો.પોલીસે મકાનમાંથી ત્રણ યુવતીઓને છોડાવી હતી. જ્યારે સૂત્રધાર પારૂલ ઉર્ફ પાયલની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં ગ્રાહક દીઠ 1000 થી 1500 રૂપિયા લઈને દેહવિક્રયનો ધંધો કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.