Updated: Aug 8th, 2024

Vadodara News : વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં ગત રાત્રીના સમયે ચાંપાનેર દરવાજા તરફથી ગેંડીગેટ દરવાજા તરફ એક ડમ્પર પસાર થયું હતું. ડમ્પરમાં ઓઇલ લીકેજ હોવાના કારણે માર્ગ પર ઓઇલ ઢોળાઈ ગયું હતું. ઓઇલ લીક થતા રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના સામે આવી હતી. રસ્તા પર પાણી ઢોળાયું હોવાનું સમજી ટુ વ્હીલર વાહનચાલકો પસાર થતા જ સ્લીપ થઈને પડયા હતા. આશરે 30થી 35 જેટલા વાહન ચાલકો સ્લીપ થઈને પડતા અનેકને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યારે અંતે કેટલાક જાગૃત નાગરિકો અને પોલીસે જ્યાં જ્યાં ઓઇલ ઢોળાયું હતું ત્યાં બેરીકેટ મૂકીને રસ્તો સુરક્ષિત કર્યો હતો. રેતી તેમજ માટીથી ઢોળાયેલા ઓઇલ પર આવરણ પાથર્યું હતું.