
Vadodara Dirty Water : વડોદરા છાણી ટીપી 13 વિસ્તારમાં ચોકલેટ જેવા કલરનું પાણી વિતરણ થયું હતું. વોર્ડ નંબર 2 અંતર્ગત આવતા પરિમલ સોસાયટી, ગોવર્ધન વિભાગ બે, અમરધામ, મેઘધનુષ, શ્રી દર્શન, દક્ષા પાર્ક, સત્યનારાયણ ટાઉનશીપ સહિત વિસ્તારમાં ટીપી 13 ટાંકીના કમાંડ વિસ્તારમાંથી ગંદુ પાણી આવતું હતું. જેથી નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આજે વોર્ડ નંબર એકના મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક રહીશોનો મોરચો ટીપી 13 પાણીની ટાંકી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો.વડોદરા શહેરના નવા યાર્ડ તેમજ ટીપી 13 વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે. ચોકલેટના કલરનું પણ પાણી અનેક જગ્યાએ આવે છે. જેથી સ્થાનિકોએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને જાણ કરતા તેઓએ આજે લોકોનું ટોળું લઈને ટીપી 13 પાણીની ટાંકી ખાતે પહોંચી ગઈ હોબાળો મચાવ્યો હતો અને ઉગ્ર રજૂઆતો કરી હતી.