
વડોદરા કોર્પોરેશનનું નવું પ્રિન્ટિંગ પ્રેસ મકરપુરા જીઆઇડીસી પ્લોટ નં.204ને બદલે સ્થળ ફેર કરી ટી.પી.13 ખાતે પ્રેસ ઓફીસ માટેની સ્થળ ફેર સહ દરખાસ્તને મંજુરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.વડોદરા પાલિકાની પ્રેસ વિભાગની કચેરી મકરપુરા જીઆઇડીસી પ્લોટ નં.204માં પ્રેસ શાખાની નવીન કચેરી બનાવવાનું આયોજન કરવા માટેના કામની દરખાસ્ત રજુ કરવામાં આવેલ છે. દરખાસ્તને સ્થાયી સમિતિના સભ્યો દ્વારા મુલતવી કરવામાં આવેલ છે. જમીન મિલ્કત અમલદાર (ટી.પી.)ના પત્ર મુજબ પ્રેસ ઓફીસ ટી.પી.13 (નવાયાર્ડ, છાણી, નિઝામપુરા, ગોરવા, કરોડીયા)ના ફા.પ્લોટ નં.11માં મ્યુનિસિપલ ઇન્ડસ્ટ્રીયલ શેડ તરીકે રીઝર્વ પ્લોટમાં બનાવવાનું આયોજન કરેલ છે. જે મુજબ મકરપુરા જીઆઇડીસીમાં પ્લોટ નં.204માં પ્રેસ ઓફીસ બનાવવાના બદલે ટીપી 13 એફ.પી.11માં પ્રેસ ઓફીસ બનાવવા સ્થળ ફેર થવાના કારણે સ્થળ સ્થિતિ મુજબ કામગીરીના અંદાજ/ખર્ચની રકમમાં વધારો/ઘટાડો થવાની શક્યતા સાથે મ્યુ.કમિશનરને સત્તા સોંપવાની મંજુરી મળવા સહ ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની સને 2023-24માં કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે.