વિશ્વામિત્રી નદીના પૂર પાણી સાથે નાના-મોટા મગરમચ્છો રહેણાંક વિસ્તારોમાં, સોસાયટીઓ અને મકાનોમાં ઘૂસ્યા
અમદાવાદ, તા.૨
વડોદરામાં મેઘતાંડવ અને જળબંબાકારની સ્થતિ બાદ વડોદરાવાસીઓને વિશ્વામિત્રી નદીમાંથી પૂરના પાણી સાથે રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને મકાનો તેમ જ વસાહતો સુધી ધસી આવેલા નાના-મોટા મગરોની દહેશતને લઇ વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. રહેણાંક વિસ્તારોમાં મગરો અને તેના બચ્ચાંઓને જાઇને વડોદરાવાસીઓ સહિત રાજયના અન્ય પ્રજાજનોમાં પણ ભારે આશ્ચર્યની લાગણી ફેલાઇ ગઇ હતી. ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં આવી ચઢેલા મગરો અને તેના બચ્ચાઓને લઇ વડોદરાવાસીઓમાં ખાસ કરીને મહિલા અને બાળકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. મગરો પૂરના પાણીમાં રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓ અને મકાનો સુધી ઘૂસી આવ્યો હોવાની મળેલી વ્યાપક ફરિયાદો બાદ તંત્ર અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના જવાનોએ મગરોને પકડી પકડીને તેને પાછા વિશ્વામિત્રી નદીના પાણીમાં છોડવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરાના કમાટીબાગ, સ્ટેશન રોડ, પ્રતાપ ગંજ, માર્કેટયાર્ડ સહિતના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે મગરોના રેસ્કયુ ઓપરેશન દિવસ દરમ્યાન ચાલ્યા હતા. વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી ગણેશનગર ઝૂપડપટ્ટીમાં મગરનો રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારીઓ ઉપર મગરે હુમલો કર્યો હતો. જેમાં એક કર્મચારી પાણીમાં ફંગોળાઇ ગયો હતો. જા કે, મગરનું મોં બાંધેલું હોવાથી રેસ્ક્યુ ટીમના સભ્યોનો મગરના હુમલાથી આબાદ બચી ગયા હતા. પરંતુ મગરના જાર, તાકાત અને હુમલાને જાઇ એક તબક્કે કર્મચારીઓ સહિત આ સમગ્ર ઓપરેશન જાઇ રહેલા સ્થાનિક લોકો ફફડી ઉઠયા હતા. વડોદરામાં આભ ફાટયા બાદ હવે શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી હતી.