Sunday, December 29, 2024
HomeGujaratવહીવટી તંત્ર ની બેદરકારી એ કિસાન સન્માન નિધિ થી વંચિત ખેડૂતો ની...

વહીવટી તંત્ર ની બેદરકારી એ કિસાન સન્માન નિધિ થી વંચિત ખેડૂતો ની જિલ્લા કલેકટર ને રજુઆત યોજના શરૂ થયા વર્ષ ૨૦૧૯ થી સતત કિસાન સન્માન થી વંચિત ખેડૂતો ને તંત્ર નો ઉપર જાવ ઉપર જાવ નો જવાબ

Date:

spot_img

Related stories

સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના , દીકરીઓ...

સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના સામે આવી...

PM મોદીએ 117મી વખત કરી મન કી બાત,બંધારણ, મહાકુંભ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતના 117માં સંબોધનમાં બંધારણ મુદ્દે...

કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અમદાવાદમાં જમાલપુર બ્રિજ...

અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે....

મુન્દ્રામાં ‘સોપારીકાંડ’: પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આયાત, 3 કરોડનો...

થોડા સમય પહેલા મુન્દ્રા પોર્ટ સોલ્ટના બહાને સોપારીનો જથ્થો...

એક પક્ષીના કારણે 179 લોકોના થયા દર્દનાક મોત? લેન્ડિંગ...

દક્ષિણ કોરિયામાં એક એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાન રનવે...

પૂર્વ વડાપ્રધાન મનમોહનનો પાર્થિવ દેહ બોધ ઘાટ પહોંચ્યો, ટૂંક...

ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92...
spot_img

અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયા જીલ્લા ને ખેડૂત પ્રતિનિધિ મંડળે  કિસાન સન્માન નિધિ ચૂકવવા અંગે રજુઆત કરી અતિ ગંભીર અને તમારા વિહવટી અધિકારીઓ દ્વારા અને આવશ્યક જવાબદારી માંથી ફરજમાં થયેલ બેદરકારીથી અમરેલી જીલ્લાના તમામ તાલુકા કક્ષાના કિસાનોને કેન્દ્રીય સહાયમાંથી બાકાત રાખવાથી થયેલ અન્યાય માટે તમારૂ ધ્યાન દોરાયું

કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી  ૨૦૧૯ માં ભારતના કિસાનો માટે કિસાન સન્માન નિધિ’ દરેક વર્ષમાં ૨૦૦૦ના ત્રણ હપ્તા દ્વારા વાર્ષિક રૂા. ૬૦૦૦/- ની આર્થિક સહાય જાહેર થયેલ હતી. જે હાલ પણ એ ડીબીટી યોજના ચાલુ છે.આ સન્માન નિધિ માટે સરકારશ્રીની ગાઇડ લાઇન પ્રમાણે ખેડૂતો પાસેથી જરૂરી આધાર કે વાય સી, ડોકયુમેન્ટ સાથે અરજીઓ લેવામાં આવેલી, તેમા અમરેલી જીલ્લાના તમામ ગ્રામ્ય અને તાલુકા લેવલના તલાટી મંત્રીઓએ જે તે સમયે ઓન લાઇન કોમ્પ્યુટરથી એન્ટ્રી દાખલ કરવાની થતી હતી. જે અમારા જાણવા પ્રમાણે ખાસ કરીને લાઠી તાલુકાના ગ્રામ્ય તલાટી મંત્રીઓએ એમની જવાબદારી ખંતપૂર્વક પૂર્ણ કરેલ હશે એટલે સામ્ય ખેડૂતોના ખાતામાં શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઇન આ નિધિના હપ્તા રેગ્યુલર ખેડૂતોના ખાતામાં જમા પરંતુ આ યોજના નો લાભ ખેડૂતો ને મળે છે ખરો ? આ યોજના અનુસાર તાલુકા કક્ષાના તલાટી મંત્રીઓએ આ કાર્યવાહી જે તે વખતે નહી કરીને, લાઠી ખાતેના ખેડૂતોને તેમને મળતી સહાય મળેલ નથી-સહાયથી બાકાત રાખેલ છે.

એટલૂ જ નહી પરંતુ હદ તો ત્યાં થાય છે કે ૨૦૧૯ માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ આ યોજનાની શરૂઆતમાં ૧-૨-૩ કે ૪ હપ્તાઓ જ લાઠી શહેરના ખેડૂતોને ડાયરેક એમના બેંક એકાઉન્ટમાં જમા મળેલ હતા ત્યાર પછીના આજ દિવસ સુધી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી લાઠીના કિસાનોને આ યોજનાનો લાભ માત્રને માત્ર તાલુકા તલાટી મંત્રીની બેદરકારીથી મળેલ નથી જે ઓન લાઇન ગુન્હો છે. એનાથી વધારે કોઇ પુરાવાની જરૂર નથી.અમોએ આ માટે સતત પાંચ વર્ષથી ગ્રામ સેવક, તલાટી મંત્રીના સંપર્કમાં હતા ત્યાં અમોને મળતા મૌખિક જવાબોથી તમોને પણ આંચકો લાગશે, આશ્ચર્ય થશે ગ્રામ સેવક-લાઠી જવાબ: તમારૂ કે વાય સી ઓનલાઇન બધુ બરાબર છે. ઉપર મળો.

ખેતીવાડી શાખા અધિકારી લાઠી ઉપર મળો અમે કહ્યુ હવે ઉપર કોણ ? જવાબ  જીલ્લા ખેતીવાડી અધિકારી (જે. કે. કાનાણી) અમોએ અમારા ધારા સભ્યશ્રી જનકભાઈ તળાવિયાના લાઠી કાર્યાલય દ્વારા જીલ્લા ખેતિવાડી અધિકારીનો સંપર્ક કરતાં મળેલ જવાબ  જે તે વખતે સીટી તલાટી મંત્રીઓએ આ કાર્યવાહી કરેલ નથી માટે ૭-૫-૨૦૨૪ ની ચુંટણી પછી જીલ્લા કલેટકટરશ્રીને રૂબરૂ મળો.હવે જુઓ આ લોલમ લોલ, લાલીયા વાડી માટે અમો નથી જાણતા કે આ જવાબદારી કોની હતી? કોણે કામ નથી કર્યું? પરંતુ આટલા મોટા ખેડૂત સમાજના આટલા મોટા પ્રશ્ને તાલુકાના રેગ્યુલર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને છેક તમારા જીલ્લાના ખેતીવાડી અધિકારી સુધી કોઇએ આજ સુધી તકાદો પણ લીધો નથી અને લગાતાર ૨૦૧૯થી લઇને ૨૦૨૪ સુધી પાંચ પાંચ વર્ષ સુધી કિસાનોના હકકથી મળતી સહાય શા માટે રોકી ? અને હોતી હૈ, ચલતી હૈ ચલાવી છે અને એ પણ જનતાની સેવા માટે સરકારે મૂકેલ કર્મચારીઓ આવી બેદરકારી ચલાવે એ લોકશાહી શાસન પધ્ધતિમાં કોઇપણ સંજોગોમાં ચલાવી શાકય નહીં.

ઘડીભર સમજી લો કે તમોને સરકાર જે માસીક વેતન ચુકવે છે, એ તમોને ૧-૨ કે ૩ મહિના પણ સરકાર ન ચૂકવે તો તમે ચલાવી શકો ખરા ? તો આ અન્યાય તો ૧-૨-૩ મહિના નહી ૫-૫ વર્ષ તમારા જ સરકારી કર્મચારીના પાપે આવા અભણ અજ્ઞાન કિસાનોના હકક તમે શા માટે ઝુટવા શકો? એ રકમ કોઇ અધિકારી કર્મચારીઓના પિતાશ્રીએ ચૂકવવાની હતી ? કે તમારા કર્મચારીઓ આવી ગોબાચારી ચલાવી શકે ?

તમને એ જાણમાં જ હશે કે કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર વખતે ખૂદ રાજીવ ગાંધીએ જાહેરમાં સ્વિકારેલું કે હું કેન્દ્રમાંથી કિસાનો માટે એક રૂપિયો મોકલું છું અને વચેટિયા કર્મચારીઓ કિસાનો સુધી ૧૫ પૈસા પહોંચાડે છે.જયારે અત્યારે નરેન્દ્રભાઇએ ડાયરેક કિસાનોના ખાતામાં પૂરેપૂરી રકમ પહોંચે એવી ડીબીટી યોજના બનાવી. તો તમારા આવા ફરજલેસ કર્મચારીઓ કિસાનોના કે વાય સી ની કોમ્પ્યુટર એન્ટ્રી જ ના કરે એ કેટલી ભયંકર બાબત છે. જરા વિચારો!!

આ ગંભીર મુદ્દાપર અમારા સંઘના પૂર્વ-લાઠી તાલુકા પ્રમુખ અને પીઢ અગ્રણી વડીલશ્રી ધીરૂભાઈ પટેલ લાઠીનું ધ્યાન જતાં એમના જ માર્ગદર્શન પ્રમાણે અમારી આજની તારીખે તમોને રૂબરૂ મળી નીચેની કાર્યવાહી માટે માત્રને માત્ર ૧૦ દિવસનો જ સમય આપી તાકિદ કરીએ છીએ કે તમો નીચેના મુદા ઉપર લેખીતમાં અમોને જવાબ જોઈએ.અમોને એ જણાવો કે તાલુકા સીટીના તલાટી મંત્રીની બેદરકારી લાઠી સિવાયના તાલુકાઓમાં પણ ત્યાંના તલાટી મંત્રીઓએ દાખવેલ છે કે કેમ? (૨) ૨૦૧૯થી લાઈને ૨૦૨૪ સુધીના પાંચ વર્ષથી નહી ચૂકવેલ રકમ માટે-જેની સરકાર પાસેથી પરિપત્ર કરાવીને જે વ્યવસ્થા હોય તેની ખાત્રી કરીને અમોને એક પણ હપ્તો કાપ્યા વગર કયારે ચૂકવશો ? લેખીતમાં જવાબ આપો.

(૩) તમારી નીચેના જે કર્મચારીઓએ આ અન્યાય કર્યો છે. એટલે કે જેણે પણ આ બેદરકારી ચલાવી તેને ઓન રેકોર્ડ જે કર્મચારી આકુંડાળામાં આવતા હોય તેની સામે તમારી સતાની રૂઇએ તમે શું પનિગ્મેન્ટ કાર્યવાહી કરશો? લેખીતમાં જવાબ આપો.

ઉપરના ત્રણેય સવાલોના જવાબ લેખીતમાં આપો અને વહેડામાં વહેલી તકે બાકી હપ્તા ચૂકવણીની કાર્યવાહી કરો. આ તમારી ફરજમાં આવે છે કોઈ મહેરબાની અમારે જોઇતી નથી.આશા છે કે અભણ, અજ્ઞાન- કિસાનોની અજ્ઞાનતાનો ગેરલાભ નહી લઈને વહેલામાં વહેલી તકે ન્યાયના ત્રાજવે નિર્ણય લેશો.

ઉપરના ત્રણેય સવાલોના જવાબ લેખીતમાં આપો અને વહેલામાં વહેલી તકે બાકી હપ્તા ચૂકવણીની કાર્યવાહી કરો. આ તમારી ફરજમાં આવે છે કોઇ મહેરબાની અમારે જોઇતી નથી. આશા છે કે અભણ,અજ્ઞાન ખેડૂતો ને ન્યાયના ત્રાજવે નિર્ણય લેશો કિસાનોની અજ્ઞાનતાનો ગેરલાભ નહી લઇને વહેલામાં વહેલી તકે કિસાન સન્માન નિધિ ના હપ્તા ચૂકવાય તેવી બુલંદ માંગ કરી હતી

સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના , દીકરીઓ...

સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના સામે આવી...

PM મોદીએ 117મી વખત કરી મન કી બાત,બંધારણ, મહાકુંભ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતના 117માં સંબોધનમાં બંધારણ મુદ્દે...

કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અમદાવાદમાં જમાલપુર બ્રિજ...

અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે....

મુન્દ્રામાં ‘સોપારીકાંડ’: પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આયાત, 3 કરોડનો...

થોડા સમય પહેલા મુન્દ્રા પોર્ટ સોલ્ટના બહાને સોપારીનો જથ્થો...

એક પક્ષીના કારણે 179 લોકોના થયા દર્દનાક મોત? લેન્ડિંગ...

દક્ષિણ કોરિયામાં એક એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાન રનવે...

પૂર્વ વડાપ્રધાન મનમોહનનો પાર્થિવ દેહ બોધ ઘાટ પહોંચ્યો, ટૂંક...

ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here