
બંધન બેંકે આજે તેના ગ્રાહકોને વાહન ખરીદવા માટે લોન આપવા માટે વ્યાપારી વાહનના અગ્રણી ઉત્પાદક, એક અશોક લેલેન્ડ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરીને ભાગીદારીમાં પ્રવેશ કર્યો. આ એમઓયુ બંધન બેંક અને અશોક લેલેન્ડ બંનેને તેમના સંબંધિત ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ નાણાકીય ઉકેલો પ્રદાન કરવામાં મદદ કરશે.આ એમઓયુ પર બંધન બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર શ્રી રાજીન્દર બબ્બરે અને અશોક લેલેન્ડના સીએફઓ, શ્રી કે.એમ. બાલાજીએ, અશોક લેલેન્ડના પ્રેસિડેન્ટ અને હેડ- MHCV, શ્રી સંજીવ કુમારની હાજરીમાં હસ્તાક્ષર કર્યા. આ ભાગીદારી હેઠળ, બંધન બેંક અશોક લેલેન્ડના ગ્રાહકોને શરૂઆતથી લઈને અંત સુધીના નાણાકીય ઉકેલો પ્રદાન કરવામાં સક્ષમ બનશે. આ ભાગીદારી હેઠળ ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તેમની પસંદગીઓને અનુરૂપ સરળ માસિક ચુકવણી યોજનાઓ સાથે વેહિકલ લોન પ્રદાન કરવામાં આવશે.આ વ્યૂહાત્મક વિકાસ અંગે ટિપ્પણી કરતા, બંધન બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર શ્રી રાજીન્દર બબ્બરે જણાવ્યું કે, “બંધન બેંકને વાહન ખરીદવા માટે સરળ નાણાંકીય ઉકેલો પ્રદાન કરવા માટે અશોક લેલેન્ડ સાથે ભાગીદારી કરીને ખુબ આનંદ થઇ રહ્યો છે. આ ભાગીદારી વ્યાપારી વાહન ખરીદવા માંગતા ગ્રાહકોની વિવિધ નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટેના અમારા સમર્પણને પ્રતિબિંબિત કરે છે. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી અમને અમારી પહોંચ વિસ્તારવા અને વ્યાપારી વાહનના ક્ષેત્રમાં વ્યવસાયના વિકાસને સમર્થન આપવા માટે ધિરાણના અનુરૂપ વિકલ્પો પ્રદાન કરવામાં મદદ કરશે.”
અશોક લેલેન્ડના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર, શ્રી કે.એમ. બાલાજીએ જણાવ્યું કે, “અમને અમારા ગ્રાહકોને આકર્ષક નાણાંકીય ઉકેલો પ્રદાન કરવા માટે બંધન બેંક સાથે ભાગીદારી કરીને આનંદ થઇ રહ્યો છે. આ વ્યૂહાત્મક ભાગીદારી અશોક લેલેન્ડની બજાર સ્થિતિને મજબૂત બનાવશે. અમારા ઉત્પાદનો, અમારા ગ્રાહકો માટે મહત્તમ નફાકારકતા સુનિશ્ચિત કરીને, ક્ષેત્રમાં અન્ય કંપનીઓની સરખામણીમાં વાહનની માલિકી મેળવવા માટે સૌથી વધુ કુલ ખર્ચ પ્રદાન ઓફર કરે છે. અમે ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ.”અશોક લેલેન્ડના પ્રેસિડેન્ટ-M&HCV, શ્રી સંજીવ કુમારે જણાવ્યું કે, “અશોક લેલેન્ડ ખાતે, અમે અમારા ગ્રાહકોના અનુભવને સતત બેહતર બનાવવા અને વધુ મૂલ્ય પ્રદાન કરવા માટે સમર્પિત છીએ. બંધન બેંક અને અશોક લેલેન્ડની સંયુક્ત ક્ષમતા સાથે, અમારા ગ્રાહકો ખાસ તેમના માટે તૈયાર કરવામાં આવેલ સરળ પુનઃચુકવણીની યોજનાઓ સાથે વ્યાપક નાણાંકીય ઉકેલો મેળવી શકશે.”બંધન બેંક કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગ સહિત એસએમઇ લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન અને ઓટો લોન જેવા મુખ્ય ક્ષેત્રે વધુ વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ રહેવા માટે તેના પોર્ટફોલિયોને સતત વિસ્તૃત કરી રહી છે. વધુમાં, બેંક ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો માટે વ્યાપક નાણાકીય ઉકેલો સુનિશ્ચિત કરીને મિલકત સામેની લોન સહિત વ્યવસાયોને અનુરૂપ વિવિધ ઉત્પાદનો પણ પ્રદાન કરે છે.