ફિલ્મ અભિનેતા વિકી કૌશલ ઈચ્છે છે કે બિગ બૉસ 13ના ઘરમાં રણવીર સિંહ પ્રતિસ્પર્ધી બનીને જાય. વિકી કૌશલે આ વાત હાલમાં જ સંપન્ન થયેલા આઈફા અવૉર્ડ્સ દરમિયાન અપારશક્તિ ખુરાના અને આયુષ્માન ખુરાનાના સવાલોના જવાબ આપતા કહી. જ્યારે વિકી કૌશલે આવો જવાબ આપ્યો તો ત્યાં હાજર અન્ય કલાકારો હસવા લાગ્યા.

આ વર્ષે આઈફાના હોસ્ટ આયુષ્માન ખુરાના અને અપારશક્ત ખુરાના બન્યા છે. તેમણે અનેક મોકો પર મસ્તી કરી છે. આ દરમિયાન એક એક્ટ કરતા સમયે બંનેએ અવૉર્ડમાં હાજર કલાકારોને બિગ બૉસ 13 સાથે જોડાયેલા પ્રશ્નો પુછવાના શરૂ કર્યા હતા.

જેમાંથી એક સવાલનો જવાબ આપતા વિકી કૌશલે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે બિગ બૉસ 13ના ઘરમાં રણવીર સિંહને મોકલવા જોઈએ.

વિકીને પૂછવા પર તેમણે આ વાતનો ખુલાસો કર્યો. વિકીએ આયુષ્માન ખુરાએ પુછ્યું હતું કે તેઓ બિગ બૉસ 13ના ઘરમાં રહેતા કલાકારોમાંથી કોને જોવા મળશે?

જેના પર વિકી કૌશલે રણવીર સિંહનું નામ લીધું. વિકી કૌશલની વાત સાંભળતા જ અવૉર્ડ્સ જોવા આવેલી દીપિકા પાદુકોણ પણ હસવા લાગી.

જે બાદ આયુષ્માન ફિલ્મ ડ્રીમ ગર્લમાં એક્ટ્રેસની ભૂમિકા નિભાવનારી નુસરત ભરૂચા પાસે ચાલ્યા ગયા. નુસરતને તેમણે પુછ્યું કે, તે ક્યા અભિનેતાને ટુવાલમાં જોવા માંગે છે? એ બાદ એ વાતનો ખુલાસો તો નથી થયો કે નુસરતને રણબીર કપૂરની ફિલ્મ સાંવરિયા પસંદ છે કે નહીં પરંતુ તેમણે રણબીર કપૂરનું નામ લીધું છે.

નુસતની વાત સાંભળીને આયુષ્માન ખુરાનાએ આલિયા ભટ્ટની સામે શરારતી નજરોથી કહ્યું કે, આલિયા ભટ્ટ પણ અહીં જ છે. આયુષ્માનની વાત સાંભળીને આલિયા પણ હસવા લાગી.