Sunday, February 23, 2025
HomeSportsCricketવિન્ડીઝ પ્રવાસ : કોહલી અને રોહિત સહિતના બધા રમશે

વિન્ડીઝ પ્રવાસ : કોહલી અને રોહિત સહિતના બધા રમશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં પરાજય બાદ તમામ દિગ્ગજ રમવા માટે તૈયાર ઃ ટીમની પસંદગી ઉપર તમામની નજર

મુંબઇ,તા. ૧૮
વેસ્ટ ઇન્ડઝના પ્રવાસ માટે આવતીકાલે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ આઇસીસી વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચમાં હાર થયા બાદ તમામ દિગ્ગજ રમવા માટે ઇચ્છુક દેખાઇ રહ્યા છે. જેથી હવે કોઇને આરામ આપવામાં આવનાર છે. એકમાત્ર ઝડપી બોલર જશપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. બીજી બાજુ મહેન્દ્ર સિંહ ધોનીને બે મહિના માટે આરામ આપવામાં આવી શકે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પીઠમાં દુખાવાના કારણે પરેશાન છે. તમામની નજર પસંદગીકારોની બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે.આવતીકાલે શુક્રવારના દિવસે પાંચ સભ્યોની પસંદગી સમિતી દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વિન્ડઝના પ્રવાસે જનારી ભારતીય ટીમની પસંદગી કરવામાં આવનાર છે. કેરેબિયન પ્રવાસ એક મહિના સુધી ચાલનાર છે. ત્રીજી ઓગસ્ટથી લઇને ચોથી સપ્ટેમ્બર દરમિયાન આ પ્રવાસ ચાલશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે અને ત્રણ ટ્‌વેન્ટી મેચો રમશે. ધોનીએ પસંદગીકારો અથવા તો ટીમ મેનેજમેન્ટ સાથે પોતાના ભાવિને લઇને કોઇ વાત કરી નથી. ધોની ઉપરાંત પસંદગીકારો ચાવીરુપ ખેલાડીઓ ઉપર વર્કલોડને ઘટાડવા ઇચ્છુક છે. જસપ્રિત બુમરાહ, વિરાટ કોહલી અને અન્ય કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવે છે કે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી. જા કે તમામ મોટા ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડઝના પ્રવાસમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કેટલાક એવા હેવાલ પણ આવી રહ્યા છે કે કોહલી અને બુમરાહને વનડે, ટ્‌વેન્ટી અને ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવનાર છે. રોહિત શર્માને પણ આરામ આપવામાં આવી શકે છે. શિખર ધવન અને વિજય શંકરના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. ટીમ મેનેજમેન્ટ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે કેટલાક મુદ્દા પર મતભેદો પણ છે. વિશ્વ કપમાં અપેક્ષા કરતા નબળો દેખાવ સેમીફાઇનલમાં રહ્યા બાદ નિરાશા ચોક્કસપણે રહેલી છે. આઈપીએલની જુનિયર ટીમ મુંબઈ ઇન્ડયન્સ માટે ૧૦ મેચો રમનાર અને વર્લ્ડકપમાં સામેલ થયા બાદ જસપ્રિત બુમરાહ વનડે અને ટ્‌વેન્ટી ટીમમાં રમ્યો ન હતો પરંતુ તે પણ ટેસ્ટ મેચમાં રમવા માટે ઇચ્છુક છે. હાર્દિક પંડ્યા પણ હાલ અસ્વસ્થ થયેલો છે જેથી સિરિઝના પ્રથમ હિસ્સામાં તે સામેલ રહેશે નહીં પરંતુ વર્લ્ડકપ રમી ચુકેલા બાકી ખેલાડીઓ વિન્ડઝમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. ટીમ મેનેજમેન્ટ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે કોઇ ખેંચતાણ નથી. ધોનીનો સમાવેશ કરાશે કે કેમ તેને લઇને સૌથી મોટો પ્રશ્ન ઉસ્થત થઇ રહ્યો છે. મળેલી માહિતી મુજબ ધોનીને આરામ આપવાની યોજના થઇ રહી છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here