itin Gadkari: નીતિન ગડકરીની ગણતરી એવા મંત્રીમાં થાય છે કે જેમના વખાણ વિપક્ષી પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ પણ કરતા અચકાતા નથી. તેમની છાપ કામ કરતા નેતાની છે. આજે ગુરુવારે જ્યારે સંસદની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે વિપક્ષીના એક સાંસદે લોકસભામાં ખુલ્લેઆમ તેમના વખાણ કરતા કહ્યું હતું કે, ‘જો તમામ મંત્રીઓ તેમના જેવા બની જશે તો દેશનો ઉદ્ધાર થઈ જશે.’
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદે કર્યા ગડકરીના વખાણ :
પ્રશ્નકાળ દરમિયાન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને લગતા પ્રશ્નો પૂછતી વખતે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના કામના વખાણ કરતા લોકસભામાં કહ્યું હતું કે, ‘જો સરકારના તમામ મંત્રીઓ તેમના જેવા બની જશે તો દેશનો ઉદ્ધાર થઈ જશે. કીર્તિ આઝાદે આ ટિપ્પણી કરી હતી.
પશ્ચિમ બંગાળના લોકસભાના સભ્ય આઝાદ પણ પ્રભાવિત થયા :
પશ્ચિમ બંગાળના વર્ધમાન દુર્ગાપુરથી લોકસભાના સભ્ય આઝાદે કહ્યું, ‘માત્ર હું જ નહીં, સમગ્ર ગૃહ ગડકરીના કામ કરવાની રીતથી પ્રભાવિત છે. જો અન્ય મંત્રીઓ પણ આવા બનશે તો જ દેશનો ઉદ્ધાર થઈ જશે.’
ગડકરીની સરખામણી વડાપ્રધાન મોદી સાથે કરવામાં આવે છે :
આ પહેલીવાર નથી જ્યારે વિપક્ષ નીતિન ગડકરીની પ્રશંસા કરી રહ્યો હોય. આ પહેલા પણ અનેક વિપક્ષી દળોએ તેમની સરખામણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી છે. તેમને મોદી બાદ ભાજપમાં વડાપ્રધાન પદ માટે સક્ષમ ઉમેદવાર ગણાવ્યા છે.