પાકિસ્તાનના એક પછી એકના આડેધડ નિર્ણયોની ભારત દ્વારા જારદાર ઝાટકણી : પાકિસ્તાનના પગલાઓ અયોગ્ય
નવી દિલ્હી, તા. ૮
ભારત સાથેના સંબંધોને ડાઉનગ્રેડ કરવાના પાકિસ્તાનના નિર્ણય અંગે આજે ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતે કહ્યું હતું કે, સંબંધોને ડાઉનગ્રેડ કરીને પાકિસ્તાન દ્વારા વિશ્વ સમક્ષ ચિંતાજનક ચિત્ર ઉપÂસ્થત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ કલમ ૩૭૦ની નાબૂદી ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાનને આમા કોઇ લેવા દેવા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા લેવામાં આવી રહેલા એક પછી એક પગલાના કારણે સંબંધો વધુ ખરાબ થઇ રહ્યા છે. પાકિસ્તાનના પગલા ચોક્કસપણે આઘાતજનક છે. જમ્મુ કાશ્મીર અંગેનો નિર્ણય ભારતનો આંતરિક મામલો છે. મંત્રાલયનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા વિશ્વ સમક્ષ નકારાત્મક બાબતો રજૂ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા સરહદપારથી આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની રણનીતિ અપનાવી રહ્યું છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા લેવામાં આવી રહેલા આ પ્રકારના પગલાની કોઇ અસર થશે નહીં. પાકિસ્તાને ગઇકાલે કેટલાક પગલા લીધા બાદ આજે સમજાતા એક્સપ્રેસ ટ્રેન સર્વિસ સસ્પેન્ડ કરી દીધી હતી. અત્રે નોંધનીય છે કે, ભારતે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપવા સાથે સંબંધિત બંધારણ કલમ ૩૭૦ને નાબૂદ કરીને જમ્મુ કાશ્મીરને બે ભાગોમાં વિભાજિત કરી દીધું હતું જેમાં જમ્મુ કાશ્મીર અને લડાખને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ધરાવનાર કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે જ્યારે લડાખ વિધાનસભા વગર કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. પાકિસ્તાને બુધવારના દિવસે પણ ભારતીય હાઈકમિશનર અજય બિસારિયાની હકાલપટ્ટી કરી દીધી હતી. આ ઉપરાંત ભારત સાથે રાજદ્વારી સંબંધોને પણ ડાઉનગ્રેડ કરી દીધા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા આડેધડ પગલા લેવામાં આવી રહ્યા છે. ભારત સાથેના સંબંધોને ડાઉનગ્રેડ કરવાની પાકિસ્તાનની જાહેરાત પાછળનો હેતુ વિશ્વ સમક્ષ ચિંતાજનક ચિત્ર ઉપÂસ્થત કરવાનું રહેલું છે પરંતુ અમે એ સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે, કલમ ૩૭૦ની નાબૂદી ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાન દ્વારા લેવાયેલા પગલાથી અમને દુખ થયું છે પરંતુ જમ્મુ કાશ્મીર અંગેનો નિર્ણય રાજ્યના વિકાસના હેતુસર લેવામાં આવ્યો છે. સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરવામાં આવી રહી છે. લોકોના વિકાસ માટે એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. ભારત સરકાર પોતાનીરીતે આગળ વધવા માટે કટિબદ્ધ છે.