Saturday, March 1, 2025
HomeIndiaશિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના દોષિત મૂર્તિકાર જયદીપ આપ્ટેની પોલીસે તેની પત્નીની મદદથી...

શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના દોષિત મૂર્તિકાર જયદીપ આપ્ટેની પોલીસે તેની પત્નીની મદદથી જ ધરપકડ કરી

Date:

spot_img

Related stories

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે...

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી...

અમિત શાહ અને મોરારી બાપુએ ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જાણીતા આધ્યાત્મિક ગુરુ અને...

ક્લબ મહિન્દ્રા થેક્કડીઃ પ્રકૃતિ અને સંસ્કૃતિની વચ્ચે એક શાંત...

ભગવાનના પોતાના દેશ, કેરળના હૃદયમાં સ્થિત, ક્લબ મહિન્દ્રા થેક્કડી,...

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) અને ગોવા સરકારે...

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) અને ગોવા સરકારે...

પ્યોર ઇવીએ અમદાવાદમાં નવો શોરૂમ લોંચ કરીને વિસ્તરણને વેગ...

ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા પૈકીના એક પ્યોર ઇવીએ...

1 માર્ચે અમદાવાદમાં કોમિક કોન ઇન્ડિયાના કોસ્પ્લે 101 વર્કશોપ...

ક્રંચાયરોલ દ્વારા સંચાલિત મારુતિ સુઝુકી એરેના અમદાવાદ કોમિક કોન...
spot_img

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના મામલે પોલીસે મૂર્તિકારની ધરપકડ કરી લીધી છે. આ પહેલા પણ પોલીસે ઘણા લોકો વિરુદ્ધ આ ઘટનાને લઈને કેસ નોંધ્યો છે. ખાસ વાત એ છે કે મૂર્તિકાર જયદીપ આપ્ટેની પોલીસે તેની પત્નીની મદદથી જ ધરપકડ કરી છે. 26 ઓગસ્ટે ઉદ્ધાટનના થોડા મહિના બાદ જ મૂર્તિ ધરાશાયી થઈ ગઈ હતી. પોલીસે આપ્ટેની શોધ માટે 7 ટીમની રચના કરી હતી. આપ્ટેની બુધવારે તેના ઘરની બહારથી જ ધરપકડ કરી દેવાઈ છે. તે પોતાના પરિવારને મળવા પહોંચ્યો હતો. રિપોર્ટ અનુસાર પોલીસનું કહેવું છે કે આપ્ટેએ પત્ની સાથે સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તે ઘરે પરત ફરી રહ્યો છે. તે બાદ પત્નીએ આ જાણકારી પોલીસને આપી દીધી. પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આપ્ટેનો પરિવાર ચિંતિત હતો અને ઈચ્છતો હતો કે આપ્ટે પાછો ફરીને તપાસમાં મદદ કરે. માલવણ પોલીસે શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ આપ્ટે અને સંરચના સલાહકાર ચેતન પાટિલ વિરુદ્ધ બેદરકારી અને અન્ય ગુના માટે કેસ નોંધ્યો હતો. પાટિલની ગયા અઠવાડિયે કોલ્હાપુરથી ધરપકડ કરી લેવાઈ હતી. આ ઘટનાના આરોપીઓની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા પ્રવીણ દારકરે કહ્યું, ‘જે લોકો અમારી સરકારની ટીકા કરી રહ્યાં હતાં તેને હવે પોતાનું મોઢું બંધ કરી લેવું જોઈએ. આ સત્ય છે કે પોલીસે જયદીપ આપ્ટેની ધરપકડ કરવામાં થોડો સમય લીધો. અમે ધરપકડનો શ્રેય લઈ રહ્યાં નથી પરંતુ પોલીસે પોતાનું કામ કર્યું છે.’ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી) નેતા સુષમા અંધારેએ કહ્યું, ‘રાજ્ય સરકારને આપ્ટેની ધરપકડનો શ્રેય લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં કેમ કે આ સરકારની ફરજ છે. તે કોઈ ‘અંડરવર્લ્ડનો ડોન’ નહોતો. તેની પહેલા જ ધરપકડ કરી લેવાની હતી.’

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે...

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી...

અમિત શાહ અને મોરારી બાપુએ ચિત્રકૂટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જાણીતા આધ્યાત્મિક ગુરુ અને...

ક્લબ મહિન્દ્રા થેક્કડીઃ પ્રકૃતિ અને સંસ્કૃતિની વચ્ચે એક શાંત...

ભગવાનના પોતાના દેશ, કેરળના હૃદયમાં સ્થિત, ક્લબ મહિન્દ્રા થેક્કડી,...

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) અને ગોવા સરકારે...

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) અને ગોવા સરકારે...

પ્યોર ઇવીએ અમદાવાદમાં નવો શોરૂમ લોંચ કરીને વિસ્તરણને વેગ...

ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા પૈકીના એક પ્યોર ઇવીએ...

1 માર્ચે અમદાવાદમાં કોમિક કોન ઇન્ડિયાના કોસ્પ્લે 101 વર્કશોપ...

ક્રંચાયરોલ દ્વારા સંચાલિત મારુતિ સુઝુકી એરેના અમદાવાદ કોમિક કોન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here