સોની ટીવી પર આવેલી ‘બેહદ’ની બીજી સીઝનમાં જેનિફર વિન્ગેટ સાથે શિવિન નારંગ રોમૅન્સ કરતો જોવા મળશે.

‘બેહદ’માં જેનિફરને તેના ચાહકોએ પહેલી વાર નેગેટિવ પાત્ર ભજવતી જોઈ હતી. આ શોને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો અને એથી જ એની બીજી સીઝન પણ આવી રહી છે.

આ સીઝનમાં જેનિફર સામે શિવિન નારંગને પસંદ કરવામાં આવ્યો છે. આ વિશે શિવિને કહ્યું હતું કે ‘હું મારા પ્રોજેક્ટને લઈને ખૂબ જ સિલેક્ટિવ છું.

હું જ્યાં સુધી શો અને મારા પાત્રના પ્રેમમાં ન પડું ત્યાં સુધી હું એ પસંદ નથી કરતો. મેં ‘બેહદ’ જોયું હતું અને એ ખૂબ જ સ્પેશ્યલ છે.

બીજી સીઝનમાં દર્શકોને ખૂબ જ ઇન્ટેન્સ લવ-સ્ટોરી જોવા મળશે.