સબસિડી વિના રાંધણગેસ સિલિન્ડરની કિંમતમાં ૬૨.૫૦ રૂપિયાનો ઘટાડો થઇ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો નરમ થવાના પરિણામ સ્વરુપે એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓના કહેવા મુજબ સબસિડીની વિનાના ગેસ સિલિન્ડરની કિંમત ૫૭૪.૫૦ રૂપિયા સુધી ઘટી ગઈ છે. નવા દરો બુધવારે અડધી રાતથી લાગૂ થઇ ગયા છે. ગ્રાહકોને સબસિડી વિનાના સિલિન્ડરનો ઉપયોગ સબસિડીવાળા ૧૨ સિલિન્ડરના ક્વોટા બાદ કરવાનો હોય છે. કંપનીના કહેવા મુજબ આ પહેલા જુલાઈની શરૂઆતમાં પણ સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એકંદરે જુલાઈ મહિનામાં એકંદરે જુલાઈ મહિનામાં સબસિડીવાળા સિલિન્ડરની કિંમત ૧૬૩ રૂપિયા સુધી ઘટી છે. સામાન્ય લોકોને હજુ પણ સબસિડીવાળા ગેસ સિલિન્ડર પર વધુ કિંમત ચુકવવાની હોય છે. સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત ૫૭૪ રૂપિયા છે.