Wednesday, January 22, 2025
HomeEntertainmentસલમાન સાથે ચમકેલી જાણીતી અભિનેત્રીનો નવો લૂક જોઈ ફેન્સ થયા ગુસ્સે, કહ્યું...

સલમાન સાથે ચમકેલી જાણીતી અભિનેત્રીનો નવો લૂક જોઈ ફેન્સ થયા ગુસ્સે, કહ્યું – ચહેરો બરબાદ કરી નાખ્યો

Date:

spot_img

Related stories

કરણ વીર મેહરા ‘ટાઈમ કા તાંડવ’ જીતી કલર્સ ‘બિગ...

કલર્સના 'બિગ બોસ' પ્રથમ વખત લાવ્યા એક અનોખું અને...

ગુજરાતમાં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન...

ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો...

ટાટા પાવર ઇઝી ચાર્જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025...

ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી...

પ્રોસ્થેટિક્સ, મેકઅપ અને સ્પેશ્યલ લેન્સે ‘બાબા ભૂતમારીના’ને આપ્યો વિચિત્ર...

હાલમાં જ રિલીઝ થયેલા ફાટી ને? ફિલ્મના બહુપ્રતિક્ષિત ટ્રેલરને...

એટીએસ ઈએલજીઆઈ એ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો – ઓટો...

એટીએસ ઈએલજીઆઈ, ભારતની અગ્રણી ગેરજ સાધનોના ઉત્પાદક અને ઈએલજીઆઈ...

લેબગ્રોન ડાયમંડમાં ટ્રમ્પનીપ્રતિકૃતિ : સુરતના 5 રત્નકલાકારે 60 દિવસ...

સુરતના પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના ડાયમંડમાંથી અમેરિકાના નવા ચૂંટાયેલા...
spot_img

Ayesha Takia New Look: હિન્દી સિનેમામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી મારી અને લોકોનો ક્રશ બની ગઈ. પરંતુ થોડા જ વર્ષો બાદ તેઓ ગ્લેમરની દુનિયાથી ગાયબ થઈ ગઈ. આ જ અભિનેત્રીઓમાંથી એક ‘ટાર્ઝન’ ગર્લ આયશા ટાકિયા પણ છે. આયેશાએ 13 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ટીવી એડવર્ટાઈઝ અને મોડેલિંગમાં કરિયર બનાવ્યા બાદ તેણે ‘ટાર્ઝન’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. અભિનેત્રી પોતાની પહેલી ફિલ્મથી જ લોકોનું દિલ જીતવામાં સફળ રહી. તેને બેસ્ટ ફિલ્મ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. પોતાના એક્ટિંગ કરિયરમાં તેણે લગભગ 21 ફિલ્મોમાં કામ કર્યું છે. સલમાન ખાન સાથે વોન્ટેડ ફિલ્મમાં ચમકેલી આયેશાએ ઈન્ડસ્ટ્રીમાં સક્સેસફુલ કરિયર શરૂ કર્યા બાદ 23 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તે એક દીકરાની માતા છે. લગ્ન અને બાળક થયા બાદ તે લાઈમલાઈટથી દૂરી બનાવી ચૂકી છે પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. એક સમયે જે આયેશા લોકોનો ક્રશ હતી તે હાલમાં ખૂબ જ બદલાઈ ચૂકી છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે બ્લૂ અને ગોલ્ડન કલરની સાડીમાં નજર આવી રહી છે. તેણે ગળામાં મોટો ગોલ્ડનો નેકલેસ પણ પહેર્યો છે. પહેલી વાર જોતા એવું લાગે કે આ કોણ છે? લેટેસ્ટ વીડિયોમાં એક્ટ્રેસને ઓળખવી મુશ્કેલ લાગી રહી છે. ઘણા લોકો તેના નવા લૂક માટે ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, તમે કેટલા સુંદર હતા, પોતાનો ચહેરો કેમ બરબાદ કરી નાખ્યો? બીજા યૂઝરે લખ્યું કે, આની શું જરૂર હતી? અન્ય એક ચાહકે લખ્યું કે, તમે ટાર્ઝનમાં કંઈક અલગ જ હતા અને અત્યારે કેવા દેખાઈ રહ્યા છો. આ વચ્ચે કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે, આયેશા તમે જે છો તેના પર તમને પ્રાઉડ થવું જોઈએ. બીજી તરફ કેટલાકે કહ્યું કે, વિચાર્યું નહોતું કે, તમે આટલા બદલાઈ જશો. આયેશાના ચહેરા પર વધતી ઉંમરની અસર છે કે, પછી આ સર્જરીના કારણે થયું છે તે તો અભિનેત્રી પોતે જ જણાવી શકે છે. હાલમાં 37ની ઉંમરમાં તેનો નવો લૂક થોડો શોકિંગ છે.

કરણ વીર મેહરા ‘ટાઈમ કા તાંડવ’ જીતી કલર્સ ‘બિગ...

કલર્સના 'બિગ બોસ' પ્રથમ વખત લાવ્યા એક અનોખું અને...

ગુજરાતમાં શિયાળામાં માવઠાની આગાહી! 22 જાન્યુઆરીની સાંજે સર્જાશે વેસ્ટર્ન...

ગત અઠવાડિયે રાજ્યભરમાં ઠંડા પવનો સાથે જોરદાર ઠંડીનો ચમકારો...

ટાટા પાવર ઇઝી ચાર્જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025...

ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી...

પ્રોસ્થેટિક્સ, મેકઅપ અને સ્પેશ્યલ લેન્સે ‘બાબા ભૂતમારીના’ને આપ્યો વિચિત્ર...

હાલમાં જ રિલીઝ થયેલા ફાટી ને? ફિલ્મના બહુપ્રતિક્ષિત ટ્રેલરને...

એટીએસ ઈએલજીઆઈ એ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો – ઓટો...

એટીએસ ઈએલજીઆઈ, ભારતની અગ્રણી ગેરજ સાધનોના ઉત્પાદક અને ઈએલજીઆઈ...

લેબગ્રોન ડાયમંડમાં ટ્રમ્પનીપ્રતિકૃતિ : સુરતના 5 રત્નકલાકારે 60 દિવસ...

સુરતના પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના ડાયમંડમાંથી અમેરિકાના નવા ચૂંટાયેલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here