
મુંબઇ,તા. ૧૦
રેસ-૩ ફિલ્મની સફળતા બાદ સેક્સી સ્ટાર ડેઝી પણ ભારે લોકપ્રિય થઇ ગઇ છે. તેની બોલબાલા ફરી એકવાર વધી ગઇ છે. સલમાન સાથે તેના સંબંધોની ચર્ચા સતત થતી રહી છે. તાજેતરમાં એવા હેવાલ આવ્યા હતા કે સલમાન ખાનને ડેઝી શાહથી દુર રહેવા માટે સલાહ કેટલાક લોકો દ્વારા આપવામાં આવી છે.

ડેઝી શાહ સાથે સલમાન ખાનની મિત્રતાની ચર્ચા બોલિવુડમાં ઘણા વર્ષોથી રહેલી છે. આ સંબંધમાં જ્યારે ડેઝી શાહને પુછવામાં આવ્યુ ત્યારે ડેઝી શાહે કહ્યુ હતુ કે આ હેવાલ બિલકુલ આધારવગરના છે. આવા અહેવાલને બિનજરૂરીરીતે મહત્વ આપવામાં આવી રહ્યુ છે. તેનુ કહેવુ છે કે તે સલમાનની ફ્રેન્ડ છે.

ડેઝી શાહે કહ્યુ છે કે તે સલમાન ખાન અને તેમના પરિવારની બિલકુલ નજીક છે. સાથે સાથે તે લુલિયાનુ પણ સન્માન કરે છે. કારણ કે તે સલમાનખાનની મિત્ર તરીકે છે. તે પોતે લુલિયાના સંબંધમાં વધારે માહિતી ધરાવતી નથી.

સલમાનખાનની નજીકની મિત્ર છે તેમ કહીને મારી સાથે તેની ઓળખ કરવામાં આવી હતી ડેઝી શાહે કહ્યુ હતુ કે સલમાન ખાન આ પ્રશ્નનો વધારે સારી રીતે જવાબ આપી શકે છે. ડેઝી શાહે કબુલાત કરતા કહ્યુ હતુ કે તે સલમાન ખાનને કેટલીક વખત મળે છે પરંતુ તેમની પર્સનલ લાઇફને લઇને ક્યારેય ચર્ચા કરતા નથી. ડેઝી શાહના નિવેદનને લઇને ફરી ચર્ચા છેડાઇ ગઇ છે.

સલમાન સાથે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત ડેઝી શાહે કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી. જા કે ત્યારબાદ સલમાન ખાન અને ડેઝી શાહ વચ્ચેની મિત્રતા બોલિવુડમાં જાણીતી રહી છે.

ડેઝી શાહ હાલમાં ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તે અન્ય ભાષાની ફિલ્મમાં પણ ભાગ્ય અજમાવી શકે છે.