
અજય દેવગણ, રણવીર સિંહ, દીપિકા પદુકોણ, અક્ષય કુમાર, કરીના કપૂર સહિતના કલાકારો ધરાવતી ફિલ્મ ‘સિંઘમ રિટર્ન્સ’માં સલમાન ખાન પણ કેમિયો કરવાનો હોવાની વાત છેલ્લા કેટલાક સમયથી ચગી છે. પરંતુ, ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ આ વાત નકારી છે. સલમાન તેનો ‘દબંગ’ ફિલ્મવાળો ચુલબુલ પાંડેનો કેમિયો ‘સિંઘમ રિટર્ન્સ’માં કરવાનો છે તેવી વાત કેટલાક સમયથી વહેતી થઈ હતી. સલમાને પોલીસની વર્દી પહેરીને શૂટિંગ કરી લીધું હોવાનું પણ કહેવાતું હતું. જોકે, સલમાન કે ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીએ આ વાતને કોઈ સમર્થન આપ્યું ન હતું. હવે ફિલ્મના સૂત્રોનું કહેવું છે કે સલમાનના કેમિયોની વાતમાં કોઈ દમ નથી.સલમાન આગામી ફિલ્મ ‘બેબી જ્હોન’માં જ એક નાનકડો કેમિયો કરવાનો છે.