નવી દિલ્હી/બાગપતઃ
પુલવામામાં સીઆરપીએફ કૉનવોય પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MNF)નો દરજ્જો છીનવી લીધો હતો. ત્યારબાદ અહીંથી આવતા સામાન પર ઇમ્પોર્ટ ડ્યૂટી 200 ટકા સુધી વધારી દીધી હતી. સરકારનું આગામી પગલું પાકિસ્તાનની અને તેના તરફ જતી નદીઓનું પાણી અટકાવવાનું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે ઉત્તરપ્રદેશના બાગપતમાં તેની જાહેરાત કરી. ગડકરીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અમારી સરકારે પાકિસ્તાનની અને તેના તરફ જતા પાણીને અટકાવવાનો નિર્ણય કર્યો છે. અમે પૂર્વ નદીઓનું પાણી ડાયવર્ટ કરીશું. આ પાણીને જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં રહેતા લોકોને ઉપલબ્ધ કરાવીશું. સિંધુ જળ સંધિ હેઠળ રાવી, વ્યાસ અને સતલજને પૂર્વ અને ઝેલમ, ચિનાબ અને સિંધુને પશ્ચિમ નદીઓ તરીકે વહેંચવામાં આવી હતી.
Under the leadership of Hon’ble PM Sri @
narendramodi ji, Our Govt. has decided to stop our share of water which used to flow to Pakistan. We will divert water from Eastern rivers and supply it to our people in Jammu and Kashmir and Punjab.
પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ સખ્ત વલણ અપનાવતા ભારત સરકારે સિંધુ જળ સમજૂતિ છતા અત્યાર સુધી પાકિસ્તાનને આપવામાં આવતું બ્યાસ, રાવી અને સતલૂજ નદીનું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું છે કે, આ ત્રણેય નદીઓ પર બનેલા પ્રોજેક્ટની મદદથી પાકિસ્તાનને આપવામાં આવતા પાણીને હવે પંજાબ અને જમ્મુ કાશ્મીરની નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે. આ પહેલા કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું હતુ કે, ભારત આવનારા દિવસોમાં પાકિસ્તાનનું પાણી રોકી શકે છે. બાગપતમાં રેલીને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું કે, ભારત પાકિસ્તાનને આપવામાં આવતી ત્રણ નદીઓનું પાણી રોકશે. ભારતના આ પગલાંથી પાકિસ્તાન ટીપાં પાણી માટે તરસશે. ત્રણ નદીઓના અધિકારનું પાણી પ્રોજેક્ટ બનાવીને પાકિસ્તાનની જગ્યાએ યમુનામાં છોડવામાં આવશે.