અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાની સંખ્યાઓ સતત વધી રહી છે અને ગીર જંગલ છોડી રેવન્યુ અને ગામડાઓ શહેર સુધી હવે સાવજો પોતાનો વિસ્તાર બનાવી સામ્રાજ્ય સ્થાપી રહ્યા છે. જાફરાબાદ શહેરમાં આવેલ નર્મદા કોલીની પાછળ આવેલ જોગો વિસ્તારમાં આવેલ સોસાયટીમા સિંહ રાત્રીના સમયે શિકારની શોધમાં આવતાં સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
અહીં અગાઉ પણ શહેરમાં અનેક વખત સિંહો આવી ચડવાની ઘટનાઓ બની ચુકી છે. વધુ એક વખત ફરી સિંહ આવી જવાની ઘટના સામે આવી છે. આવી જ રીતે ખાંભાના રાયડી ગામમાં રાત્રીના સમયે શિકારની શોધમાં સિંહ આવી ચડતા ગામની શેરીમાં સિંહ આંટાફેરા કરી લટાર મારતો જોવા મળી રહ્યો હતો, બને સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.સિંહો શિકારની શોધમાં ગમે તેવા વિસ્તાર સુધી પહોંચે છે.સિંહો અને દીપડા શિકાર કરવા માટે રેવન્યુ વિસ્તાર છોડી ગમે તેવા વિસ્તાર ગામડાઓ શહેર રહેણાંક વિસ્તાર સુધી ઘુસી જવાની ભૂતકાળમા અનેક ઘટનાઓ બની ચુકી છે. અમરેલી જિલ્લામાં વન્યપ્રાણી સિંહોને સૌથી વધુ અનુકૂળ વિસ્તાર આવ્યો હોવાને કારણે સિંહોની વસ્તીઓ સતત વધી રહી છે જેના કારણે વીડિયો સોશ્યલ મીડિયામા વાયરલ થય રહ્યા છે.