જોકે આ તકનો લાભ લઇને આ કોલ સેન્ટર દ્વારા આવા વ્યક્તિ પાસેથી પેનલ્ટી વસુલ કરતા હતા કોઈ ન આપે તો તેને કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા.
સુરત: સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોલ સેન્ટર દ્વારા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હોય તેવી વ્યાપક ફરિયાદ સતત સેમ આવતા સુરત પોલીસે આવા કોલ સેન્ટર પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. જેમાં વધુ એક કોલ સેન્ટર પર પોલીસે તવાઈ બોલાવી છે. સુરતના ખટોદરા પોલીસની હદમાં આવેલ અલથાણ વિસ્તારના સોહમ્ સર્કલ પાસે અલથાણ આર્કેડમાં આવેલ એક કોલ સેન્ટર ખટોદરા પોલીસ ત્રાટકી હતી અને અહીંયાથી પોલીસ 5 યુવતીઓ સહિત 13ને પકડી પાડ્યા હતા.
ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાંથી પોલીસે 43 મોબાઇલ, 6 કોમ્પ્યુટર, 1 લેપટોપ, રોકડ 22,270 મળી 2.94 લાખનો મુદામાલ કબજે કર્યો છે. કોલ સેન્ટર ચલાવનાર સૂત્રધાર વિવેક રાજપૂત અને એપ બનાવી આપનાર સુરજ મિશ્રાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
જોક પોલીસે તપાસ શરુ કરતા સૂત્રધાર વિવેક રાજપૂત 3 મહિનાથી ભાડેની દુકાનમાં આ કોલ સેન્ટર ચલાવતો હતો લોકોને ઓનલાઇન જોબ વર્ક આપવાની લાલચ આપી લોકોને પોતાના ઝાંસામાં લઈને ઠગાઈ કરતો હતોમાંડ માંડ રોજગારી મળતી હોય એવું સમજી બહારના રાજ્યના લોકો ઠગ ટોળકીની વાતમાં આવી ગયા હતા ગેરકાયદે કોલ સેન્ટરમાં 5 યુવતીઓ સહિત 15 કર્મચારીને માસિક 9 હજારનો પગાર આપતા હતા.