સ્થાનિક જ્વેલર્સ તરફથી ઘટેલી માગને કારણે સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે. દિલ્હીના સર્રાફા બજારમાં ગુરુવારે સોનું 90 રૂપિયા ઘટીને 32,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું હતું. બીજી તરફ ચાંદીની કિંમતોમાં સુધારો જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અને સિક્કા નિર્માતાઓ તરફની તેજીને કારણે ચાંદી 350 રૂપિયા વધીને 41,050 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે આવી ગઈ છે.વેપારીઓનું માનવું છે કે, ઘરેલુ બજારમાં સ્થાનિક જ્વેલર્સ અને રિટેલર્સ તરફથી નબળી માગને પગલે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છેપરંતુ સકારાત્મક વૈશ્વિક સંકેતને કારણે ઘટાડો સીમિત રહ્યો છે. વૈશ્વિક સ્તરે સિંગાપોરમાં સોનું 0.29 ટકાની સરસાઈ સાથે 1304.70 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 0.42 ટકાની તેજી સાથે 16.56 ડોલર પ્રતિ ઔંસના સ્તરે આવી ગઈ છે.દેશની રાજધાની દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 90 રૂપિયાના ઘટાડા સાથે અનુક્રમે 32,000 રૂપિયા અને 31,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું છે. ગત ક્વાર્ટરમાં સોનાની કિંમતોમાં 230 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.બીજી તરફ તૈયાર ચાંદી 350 રૂપિયા વધીને 41,050 રૂપિયા અને સાપ્તાહિક આધારિત ડિલિવરી 340 રૂપિયા વધીને 40,125 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગયું