વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સએ ટ્વિટર પર દુનિયામાં સૌથી ઓછી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ધરાવતા 50 દેશોની યાદી જાહેર કરી
ચીન અને વિયેતનામ ભારત બાદ બીજા અને ત્રીજા ક્રમે રહ્યા
સૌથી ઓછો ઉત્પાદન ખર્ચ (મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ) ધરાવતા દેશોની યાદીમાં ભારત દુનિયામાં ટોચના ક્રમે પહોંચી ગયું છે. જ્યારે ચીન અને વિયેતનામ ભારત બાદ બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે. ભારતના પાડોશી દેશની વાત કરીએ તો બાંગ્લાદેશ આ યાદીમાં છઠ્ઠાં ક્રમે આવે છે.
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરાયા આંકડા
તાજેતરમાં વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ (World of Statistics) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર દુનિયામાં સૌથી ઓછી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ધરાવતા 50 દેશોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ભારત, ચીન, વિયેતનામ, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, કમ્બોડિયા, મલેશિયા અને શ્રીલંકા જેવા દેશો પણ સામેલ છે.
દુનિયાભરની કંપનીઓ માટે ભારત આકર્ષણનું કેન્દ્ર
જો આપણે દુનિયાના સૌથી સસ્તા અને ઓછા ખર્ચથી સામાન બનાવતા દેશોના સ્કોરની વાત કરીએ તો ભારત આ મામલે ટોચના ક્રમે રહ્યું છે. એવામાં દુનિયાભરની કંપનીઓ ઓછા ખર્ચની સાથે વિશ્વસનીય મેન્યુફેક્ચરર તરીકે ભારત તરફ મીટ માંડી રહી છે.