આ હીરોઇનોએના તો માત્ર નેતાઓ અને અધિકારીઓની નજીક ગઇ પરંતુ ખૂબ ચાલાકીથી તેઓનો વીડિયો પણ બનાવી લીધો. આની બીજી ટીમે તે જ ફિલ્મોને પોતાનાં શિકારથી રૂપિયા પડાવવા અને તેમનાં દ્વારા સરકારી કામ નીકાળવાનું કાવતરું ઘડ્યું.
સુરા, સુંદરી અને રાજકારણની રમત
રાજકારણમાં સુરા અને સુંદરીની હંમેશા બોલબાલા રહી છે. સુરા હોય કે સુંદરી તેને જોતા જ મોટે ભાગે નેતાઓ અને અધિકારીઓનું મન લલચાઇ જાય છે. બસ એની જ રાહ જોતી હતી તે શિકારી સુંદરીઓ. એમપીમાં જેનું રેકેટ પહેલા મોટા મોટા લોકો સુધી પહોંચતુ હતું. પછી તેઓને દારૂનાં નશામાં ચડાવી દેતા તેઓ સંતુલન પરથી કાબુ ગુમાવતા. પછી તે જ અંદાજમાં તેઓને બ્લેકમેલ કરવા માટે ફિલ્મો બનાવવામાં આવતી. એમપીનાં આ સૌથી મોટા સેક્સ સ્કેન્ડલનો જે મામલો એટીએસ અને પોલીસે ઉઠાવ્યો છે તે દિવસે ને દિવસે વધુ ને વધુ ખુલતો જઇ રહ્યો છે. પરંતુ તેનો તાર છેક ક્યાં સુધી જઇ રહ્યો છે તેનો અંદાજ હજી સુધી કોઇ નથી લગાવી રહ્યું.
બી ગ્રેડ હિરોઇનનાં નામોનો પણ સમાવેશ
આ હની ટ્રેપ (Honey Trap) કાંડમાં આગામી મહત્વનો ખુલાસો એ છે કે આ બ્લેકમેલિંગ સિન્ડિકેટમાં 40થી પણ વધારે કોલ ગર્લ્સ હતી અને તેઓનાં તાર માત્ર MPમાં જ નથી ફેલાયેલા. પરંતુ આમાં બૉલીવુડની બી-ગ્રેડ હિરોઇનો પણ શામેલ રહી છે અને એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે આ હીરોઇનોએ રાજકારણનાં મોટા-મોટા દિગ્ગજ નેતાઓને ટાર્ગેટ કરી રહી છે. જેમાં માત્રરાજકારણ જ નથી પરંતુ વિશિષ્ટ બ્યૂરોક્રેટ પણ શામેલ છે.
પોલીસ આ દાવાઓની પુષ્ટિ તો નથી કરી રહી, પરંતુ કેમેરા બંધ થતા જ આ પ્રકારની વાતો સામે આવી રહી છે. શક્ય છે કે ટૂંક સમયમાં જ આ મામલામાં કેટલીક હિરોઇનોનાં નામ પણ સામે આવ્યાં છે અને એ સ્પષ્ટ થઇ જાય કે પરદા પાછળથી આખરે આ સિન્ડીકેટ કોણ ચલાવી રહ્યું છે.