
સામગ્રી – 2 કપ ચોખા, 1 કપ તુવેરની દાળ, અને અડદની દાળ, મગની દાળ, ચણાની દાળ, ઘઉં, ખાટું દહીં આ બધી સામગ્રી 1/4 કપ. લીલા મરચાં 10-12 ચમચાં, આદુનો એક નાનો ટુકડો, દુધી 500 ગ્રામ, 100 ગ્રામ તેલ. 1 ચમચી લાલ મસાલો, 1/2 ચમચી હળદર, 2 ચમચી રાઈ, 2 ચમચી તલ, ખાંડ ત્રણ ચમચી. 2 ચમચી અજમો, અડધી ચમચી મેથી દાણા,1/2 ચમચી હિંગ, મીઠુ પ્રમાણસર.

બનાવવાની રીત
– ચોખા અને બધી પ્રકારની દાળ અને ઘઉંને ભીના કપડાંથી લૂંછી નાખો, હવે આને ભેગા કરી તેનો કકરો લોટ દળો. હવે આ મિશ્રણમાં ખાટું દહીં, ગરમ પાણી, વગેરે મિક્સ કરો. આ મિશ્રણને 7 થી 8 કલાક આથો આવવા માટે ઢાંકી મુકો. આથો આવ્યા પછી તેમાં તેલ, લીંબુનો રસ, સોડિયમ બાયકાર્બોનેટ, ખાંડ, લાલ મસાલો, આદુ મરચાંનુ પેસ્ટ છીણેલી દૂધી(પાણી દબાવીને કાઢી નાખવુ)હળદર, મીઠું નાખીને મિક્સ કરો.

હવે એક ડબ્બામાં, કે હાંડવાના કૂકરમાં તેલ લગાવી આ ખીરુ પાથરો. કઢાઈમાં પાંચ છ ચમચી તેલ નાખીને તેને ગરમ કરો. તેમાં રાઈ નાખો. 1 મિનિટ પછી તલ, અજમો, મેથી અને હિંગ નાખો. થોડુ લાલ થયા પછી તેને ખીરાં પર પાથરી દો. હવે હાંડવાના કૂકરને ઢાંકીને નીચે ધીમા ગેસ પર અડધો પોણો કલાક સુધી થવા દો.