મુંબઇ,તા. ૪
સેફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન હાલમાં વરૂણ ધવનની સાથે કુલી નંબર વનની રીમેકમાં કામ કરી રહી છે. આ ફિલ્મનુ નિર્દેશન ડેવિડ ધવન કરી રહ્યા છે. આ ફિલ્મને મે ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે.
આ ઉપરાંત થોડાક દિવસ પહેલા જ સારા અલી ઇમ્તયાજ અલીની ફિલ્મનુ શુટિંગ પણ પૂર્ણ કરી ચુકી છે. ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન નજરે પડનાર છે. સારા અલી ખાને હાલમાં કહ્યુ હતુ કે તે કોઇ પણ આઉટસાઇડરની જેમ ઓડિશન આપવા માટે તૈયાર છે.
સારાએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કેદારનાથ સાથે કરી હતી. ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુતે ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ માટે સારાને શાનદાર અભિનય માટે ખુબ પ્રશંસા મળી હતી. ત્યારબાદ સારા અલી ખાન રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં નજરે પડી હતી. જે સુપરહિટ સાબિત થઇ હતી.
અલબત્ત સારા અલી ખાન લોકપ્રિય સ્ટાર કિડ્સ છે. જા કે તેનુ કહેવુ છે કે તે કોઇ પણ બહારની યુવતિની જેમ જ ઓડિશન આપવા માટે તૈયાર છે. તે કોઇ બહારની યુવતિની જેમ ઓડિશન આપવા માટે તૈયાર થશે તે અંગે પુછવામાં આવતા સારા અલી ખાને કહ્યુ હતુ કે તે ઇન્ટરવ્યુ આપવા માટે તૈયાર છે.
તે ઓડિશનને લઇને કોઇ ખચકાટ અનુભવ કરતી નથી. તેનુ કહેવુ છે કે કોઇ પણ ફિલ્મ નિર્માતાને આ બાબતની માહિતી હોવી જાઇએ કે કોઇ કલાકાર તેમના દ્વારા લખવામાં આવેલી પટકથા મુજબ કામ કરી શકે છે. તેમની પટકથા મુજબ કલાકાર ફિટ બેસે છે કે કેમ તે બાબત પણ ખુબ જરૂરી છે. તેનુ કહેવુ છે કે કોઇ ફિલ્મના હિસ્સા બનવા માટે દરેક બાબત ઉપયોગી સાબિત થાય છે. સારાએ કહ્યુ છે કે આ તમામ બાબતોમાં સ્ક્રીન ટેસ્ટ અને ઓડિશન પણ સામેલ છે. આ તમામ બાબતો પણ પૈસા અને નખરા વગર કરાય તે જરૂરી છે.