
વાળની સંભાળ તો આપણે રાખીએ જ છીએ પરંતુ એ ભુલી જઈએ છીએ કે વાળને પણ પોષણની જરૂરીયાત હોય છે.

જો તમારા વાળ એકદમ રફ અને ડ્રાય થઈ ગયાં હોય તો તમારે સમજવાનું કે તમારા વાળને જરૂરીયાત છે હેર કંડીશનરની. કંડીશનરને કારણે તમારા વાળમાં એકદમ ચમક આવી જશે અને સાથે સાથે તે એક્દમ નરમ અને મુલાયમ પણ થઈ જશે. ત્યાર બાદ તમે તમારા વાળમાં મનગમતી હેર સ્ટાઈલ પણ કરી શકશો અને તેને આસાનીથી ખુલ્લા પણ છોડી શકશો.

વાળમાં હેર કડીંશનર કરવા માટે તમે તેને બજારથી પણ ખરીદી શકો છો અને જાતે ઘરે પણ બનાવી શકો છો. વાળમાં હેર કંડીશનર લગાવતાં પૂર્વે વાળને પહેલા શેમ્પુથી ધોઈ લો. ત્યાર બાદ વાળની લંબાઇ મુજબ અથવા બે થી ત્રણ ઢાંકણ કંડીશનર લઈને તેને વાળમાં લગાવી દો અને તેને 10- થી 15 મિનિટ સુધી તેમ જ રહેવા દો.

ત્યાર બાદ વાળને ખુબ જ સારી રીતે ધોઈ લો. કંડીશનરનો ઉપયોગ તમે અઠવાડીયામાં એક વખત કરી છો.

જો બજારમાં મળતાં કંડીશનરનો ઉપયોગ કરવા ન માંગતાં હોય તો તમે તેને ઘરે પણ બનાવી શકો છો. એક ઇંડુ, લીંબુનો રસ અને સરકાના પ્રયોગ દ્વારા પણ વાળની સારી માવજત કરી શકાય છે. જો તમારે ઇંડાનો ઉપયોગ ન કરવો હોય તો વાળ ધોયા બાદ લગભગ બે-ત્રણ કપ પાણીમાં અડધું લીંબુ નીચોવીને વાળને આ પાણીથી ધોઈ લો ત્યાર બાદ તમારે બીજા પાણીથી પણ વાળ ધોવાની જરૂરત નથી.