અમદાવાદઃ પોલીસ જ્યારે ટ્રાફીક નિયમો ન પાડે ત્યારે લોકો હવે તેમના વીડિયો કે ફોટો ખેંચી સોશ્યલ મીડિયા પર વાયરલ કરતાં થયા છે. એટલે એક તબક્કે હેવે પોલીસના સીસીટીવી કરતાં લોકોના હાથમાં રહેલા મોબાઈલ કેમેરાની સંખ્યા વધુ હોઈ પોલીસે પણ સતર્ક રહી નિયમો પાડવા ફરજિયાત બનાવી દીધા છે.જોકે મોટા ભાગના પૈકી કેટલાક પોલીસ કર્મીઓ જેમને સ્ટાઈલીસ રહેવું વધુ પસંદ છે તેમના માટે આ કાંઈક અઘરૂં છે. જોકે આવા જ એક પોલીસ કર્મીનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે. સ્ટાઈલથી ચસમા પહેરી, બાંયો ચઢાવી બાઈક પર તેઓ ક્યાંક જઈ રહ્યા હતા તે જ સમયે એક અન્ય બાઈક ચાલકે તેમને જોરથી બુમ પાડી અને પુછ્યું હેલ્મેટ ક્યાં છે.જોકે બાઈક ચાલક પાસેના કેમેરાને જોઈ તુરંત પાછું વળી જવાનો પોલીસ કર્મીએ નિર્ણય કર્યો અને પછી બાઈક ચાલક પણ તે દીશામાં વળે છે અને પીછો કરી વારંવાર પુછે છે હેલ્મેટ ક્યાં છે. છતાં કાંઈ જવાબ આપ્યા વગર પોલીસ કર્મી પોતાના બાઈકનું એક્સેલરેટર વધારી ત્યાંથી ભાગી છૂટે છે.