Tuesday, January 7, 2025
HomeGujaratAhmedabad૨૬થી ૨૮ એપ્રિલ દરમિયાન રાજ્યમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

૨૬થી ૨૮ એપ્રિલ દરમિયાન રાજ્યમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

Date:

spot_img

Related stories

એક્સેલે ભારત માટે નવું 650 મિલિયન ડોલરનું ફંડ એકત્રિત...

અગ્રણી ગ્લોબલ વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલે આજે જાહેર કર્યું...

જમ્મુ-કાશ્મીરમાં એક જ પરિવારના 5 લોકો મૃત્યુ પામ્યા, ઠંડીથી...

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નીપજ્યા....

ક્યુપિડ લિમિટેડને પુરૂષ કોન્ડોમના સપ્લાય માટે તાન્ઝાનિયા સરકાર પાસેથી...

ભારતની અગ્રણી ઉત્પાદન કંપની અને પુરુષ અને સ્ત્રી કોન્ડોમ,...

ભારતમાં ચીનથી ફેલાયેલા HMPV વાઈરસના ત્રણ કેસ, કર્ણાટકમાં બે...

દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન...

2000 કરોડની લાંચ અને છેતરપિંડીના કેસમાં ગૌતમ અદાણી વિરૂદ્ધ...

અમેરિકામાં અદાણી ગ્રૂપ વિરૂદ્ધ ચાલી રહેલા ગુનાઇત અને લાંચના...

18 બ્રાન્ડના નામે બજારમાં યુરિયામાંથી નકલી ઘી બનાવી ધૂમ...

ઉત્તરપ્રદેશના આગ્રામાં પતંજલિ, અમૂલ અને પારસ જેવી પ્રચલિત બ્રાન્ડના...
spot_img

(જી.એન.એસ.)અમદાવાદ,
ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ૨૨ એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હીટવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમની દિશમાંથી પવન ફૂંકાયા છે, જેને પગલે રાજ્યમાં ૨૬ થી ૨૮ એપ્રિલ દરમિયાન હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને ૨૬ એપ્રિલ માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે આ આવનારા દિવસોમાં તાપમાન ૪૩થી ૪૪ સેલ્શિયસ ડિગ્રી પર પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
૨૩ એપ્રિલના રોજ મતદાન સમયે ગુજરાતવાસીઓએ ૪૩ ડિગ્રી ગરમીના પારા વચ્ચે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બપોર સુધી ઓછુ મતદાન નોંધાયું હતું. તો મહેસાણા અને ભરૂચમાં બે મતદાતાઓનુ મતદાન બૂથમાંથી બહાર નીકળ્યા બાદ મોત થયું હતુ.
અરવલ્લી જિલ્લામાં બુધવારે ૪૨ ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે. ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા લોકો પરેશાન થયા છે. તો અન્ય શહેરોમાં પણ પારો ૪૨ થી ૪૩ ડિગ્રીની આસપાસ રહ્યો છે.
એએમસીનો એક્શન પ્લાનઃ શહેરના તમામ અર્બન સેન્ટર પર ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે. બગીચાઓ રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રખાશે અને પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. તમામ આંગણવાડીમાં ઓઆરએસ પેકેટ પહોંચાડવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટો પર પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાશે. હિટસ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આઈસ પેકની વ્યવસ્થા કરવામાં આવી. એએમટીએસનાં તમામ બસ ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી. શહેરના તમામ બીઆરટીએસના બસ સ્ટેન્ડ પર ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવશે. શહેરમાં છ મોબાઈલ પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. મહત્વનું છે કે હવામાન વિભાગે હજુ સુધી રાજ્યમાં હીટવેવની કોઈ આગાહી નથી આપી. આ સપ્તાહમાં શુક્રવારે ૪૪ ડિગ્રી, શનિવારે ૪૫ અને રવિવારે પણ તાપમાન ૪૫ ડિગ્રી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાળઝાળ ગરમી વચ્ચે પણ ગુજરાતીઓએ મતદાન કર્યું હતું. અમદાવાદમાં આજથી પારો ઉચકાશે.
શહેર તાપમાન
ભૂજ ૪૩
અમદાવાદ ૪૨
ગાંધીનગર ૪૨
ડીસા ૪૧
રાજકોટ ૪૧
પાલનપુર ૪૧
અમરેલી ૪૦
સુરેન્દ્રનગર ૪૧
કંડલા ૪૧
આણંદ ૪૧

એક્સેલે ભારત માટે નવું 650 મિલિયન ડોલરનું ફંડ એકત્રિત...

અગ્રણી ગ્લોબલ વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલે આજે જાહેર કર્યું...

જમ્મુ-કાશ્મીરમાં એક જ પરિવારના 5 લોકો મૃત્યુ પામ્યા, ઠંડીથી...

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નીપજ્યા....

ક્યુપિડ લિમિટેડને પુરૂષ કોન્ડોમના સપ્લાય માટે તાન્ઝાનિયા સરકાર પાસેથી...

ભારતની અગ્રણી ઉત્પાદન કંપની અને પુરુષ અને સ્ત્રી કોન્ડોમ,...

ભારતમાં ચીનથી ફેલાયેલા HMPV વાઈરસના ત્રણ કેસ, કર્ણાટકમાં બે...

દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન...

2000 કરોડની લાંચ અને છેતરપિંડીના કેસમાં ગૌતમ અદાણી વિરૂદ્ધ...

અમેરિકામાં અદાણી ગ્રૂપ વિરૂદ્ધ ચાલી રહેલા ગુનાઇત અને લાંચના...

18 બ્રાન્ડના નામે બજારમાં યુરિયામાંથી નકલી ઘી બનાવી ધૂમ...

ઉત્તરપ્રદેશના આગ્રામાં પતંજલિ, અમૂલ અને પારસ જેવી પ્રચલિત બ્રાન્ડના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here