વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 કરોડ ખેડૂતોનાં ખાતામાં કિસાન સન્માન નિધિના હપતાના 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે તેઓ વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા અલગ-અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. મોદીએ મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે બંગાળમાં જે લોકો ખેડૂતોને ફાયદો આપવા દેતા નથી, તે દિલ્હી આવીને ખેડૂતોની વાત કરે છે.મોદીએ કહ્યું હતું કે આજે દેશના 9 કરોડથી વધુ પરિવારોનાં બેન્કનાં ખાતાંમાં સીધા જ એક ક્લિક પર 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજનાની શરૂઆત થઈ છે ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોનાં ખાતાંમાં પહોંચી ચૂક્યા છે. મને આજે એ અફસોસ છે કે મારા પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને એનો લાભ મળ્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે. જોકે રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રકિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.સરકારની નીતિઓને ખેડૂતો સુધી પહોંચાડવા માટે સરકા,ર પ્રમુખ મંત્રીઓ પણ અલગ-અલગ રાજ્યોમાં ખેડૂતોને સંબોધન કરી રહ્યાં છે.