મૃતકોમાં 5 પુરુષ, 2 મહિલા અને 2 બાળકોનો સમાવેશ
આણંદ : આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે.બનાવ અંગે ડીવાયએસપી ભરતી પંડ્યાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે ઇન્દ્રણજ પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. પિંજારા અજમેરી પરિવારના સભ્યોના અકસ્માતમાં મૃત્યુ થયા છે. મૃતકોમાં સિરાજભાઈ પિંજારા પરિવારના મોભી છે. જ્યારે એક મૃતકની ઓળખ થઇ શકી નથી. બનાવ અંગે સંબંધીઓને જાણ કરવામાં આવી છે વધુ માહિતી તેઓ આવ્યા બાદ જાણવા મળશે. ટ્રક ચાલકની વિગતો મેળવાઈ રહી છે. અકસ્માત થવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.સુરતથી ભાવનગર ઇકો ગાડીમાં જઈ રહેલા મૂળ ભાવનગર ના વરતેજ ગામના અજમેરી પરિવારનો આજે વહેલી સવારે તારાપુર નજીક ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો છે. જેમાં 5 પુરુષ,2 મહિલા અને 2 બાળકો સહિત નવ જણના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. મૃતકો વરતેજ ગામના હોવાની જાણ થતાં જ ગામમાં શોકનો માહોલ પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો છે. ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.