Saturday, October 17, 2026
HomeGujaratઆપ પાર્ટીની નવી ઓફિસના ઉદ્ધઘાટનમાં લોકોના ખિસ્સા કાપતા વૃદ્ધ પકડાયા

આપ પાર્ટીની નવી ઓફિસના ઉદ્ધઘાટનમાં લોકોના ખિસ્સા કાપતા વૃદ્ધ પકડાયા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ભીડનો લાભ લઈને આ વૃદ્ધ દ્વારા લોકોના પર્સ ચોર્યા હોવાનો આરોપ આ વૃદ્ધ ઉપર લગાડવામાં આવ્યો છે અને કાર્યાલય ખાતે એકત્ર થયેલા કાર્યકર્તાઓ અને સમર્થકોએ આ વૃદ્ધને ચોરી કરતા રંગે હાથ પકડીને પોલીસના હવાલે કર્યો હતો

અમદાવાદ :અમદાવાદ શહેરમાં નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયના ઉદ્ધઘાટન વખતે જ આપના નેતા સહિત અનેક લોકોના પાકીટ ચોરાયાની ઘટના બની હતી. નવરંગપુરા પોલીસે વૃદ્ધની ચોરીના આરોપ હેઠળ ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.જે ઉમરમાં મંદિર કે ભગવાનના ભજન કરવાના હોય એ ઉમરમાં એક વૃદ્ધને પોલીસ સ્ટેશનના જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. નવરંગપુરા પોલીસે ગોવિંદ પટેલ નામના વૃદ્ધની ધરપકડ કરી છે, જેમની ઉમર 75 વર્ષ છે. તે મૂળ વડોદરાના રહેવાસી છે. પરિવારમાં માત્ર એકલા છે. એકલવાયુ જીવન જીવતા આ વૃદ્ધ પર આરોપ છે કે, આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયના ઉદ્ધઘાટનમાં ખિસ્સા કાપવાનો એટલે કે લોકોના પાકીટ ચોર્યા હતા. હકીકતે આ વયોવૃદ્ધએ ચોરી કરી છે કે નહિ એ અંગે નવરંપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરીના આરોપમાં નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વડોદરાના 75 વર્ષીય ગોવિંદભાઈ પટેલની ધરપકડ કરી છે. ભીડનો લાભ લઈને આ વૃદ્ધ દ્વારા લોકોના પર્સ ચોર્યા હોવાનો આરોપ આ વૃદ્ધ ઉપર લગાડવામાં આવ્યો છે અને કાર્યાલય ખાતે એકત્ર થયેલા કાર્યકર્તાઓ અને સમર્થકોએ આ વૃદ્ધને ચોરી કરતા રંગે હાથ પકડીને પોલીસના હવાલે કર્યો હતો. હાલ નવરંગપુરા પોલીસે આ વૃદ્ધની શંકાના આધારે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે વૃદ્ધ આરોપીનું કહેવું છે કે તે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે વડોદરાથી આવ્યા હતા. પરંતુ પોલીસને શંકા છે કે આ વૃદ્ધની સાથે અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે. જેથી અને તેના સીડીઆર અને કોલ ડિટેઇલ મંગાવવાની તજવીજ નવરંગપુરા પોલીસે હાથ ધરી છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here