દક્ષિણ કોરિયામાં એક એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાન રનવે પરથી લપસી જતાં દુર્ઘટના ઘટી હતી. જેમાં 130થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન જેજુ એરમાં 181 મુસાફર સવાર હતા. તેઓ બેંગકોકથી આવી રહ્યા હતા. દક્ષિણ કોરિયાની ફાયર ફાઈટર એજન્સીએ આ દુર્ઘટના પાછળનું પ્રારંભિક કારણ વિમાન લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાતા રનવે પર લપસી પડ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેનો બીજો વીડિયો રજૂ થતાં દુર્ઘટનાનું વાસ્તવિક કારણ જાણવા મળ્યું છે.બેંગકોકથી આવી રહેલું જેજુ એરની ફ્લાઈટ રવિવારે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર ક્રેશ થઈ હતી. સમાચાર એજન્સી APના જણાવ્યા અનુસાર, પ્લેનમાં 181 લોકો સવાર હતા. તેમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. અત્યાર સુધીમાં 124 મૃતદેહો મળી આવ્યા છે.રેસ્ક્યુ ટીમે માહિતી આપી છે કે 2 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. બાકીના 55 મુસાફરોમાંથી ઘણાના મોતની આશંકા છે.આ અકસ્માત ભારતીય સમય મુજબ સવારે 5:37 વાગ્યે (સ્થાનિક સમય મુજબ સવારે 9:07 વાગ્યે) થયો હતો. પ્લેન મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. તે જ સમયે લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી. આ કારણે તેના પૈડા ખુલીને નીચે આવતા ન હતા.પૈડાં ન ખૂલતાં વિમાને ઈમરજન્સી બેલી લેન્ડિંગ કરાવ્યું હતું. આમાં પ્લેનની બોડી સીધી રનવે સાથે ટકરાય છે. આ દરમિયાન વિમાન રનવે પર લપસી ગયું અને એરપોર્ટની બાઉન્ડ્રી વોલ સાથે અથડાયું. વિમાન અથડાતાની સાથે જ ભારે વિસ્ફોટ થયો અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું.દુર્ઘટના બાદ એરપોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અહીં તમામ લોકલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.જેજુ એરલાઈન્સનું જે પ્લેન ક્રેશ થયું તે અમેરિકન કંપની બોઈંગનું 737-800 પ્લેન હતું. વિમાને બે વખત એરપોર્ટ પર લેન્ડ કરવાની કોશિશ કરી. પહેલી કોશિશમાં લેન્ડિંગ ગિયર ન ખૂલવાને કારણે પ્લેન લેન્ડ થઈ શક્યું ન હતું. આ પછી વિમાને એરપોર્ટનાં ચક્કર લગાવ્યાં.બીજી વખત પાઇલટે લેન્ડિંગ ગિયર વગર પ્લેનને લેન્ડ કર્યું. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ પક્ષી પ્લેનની વિંગ સાથે અથડાયું હતું. જેના કારણે લેન્ડિંગ ગિયર બગડી ગયું અને લેન્ડિંગ વખતે ખૂલી શક્યું નહીં.
પક્ષી અથડાતા સર્જાઈ દુર્ઘટના :
નવા વીડિયો ફૂટેજ અનુસાર, આકાશમાં જ વિમાન સાથે અચાનક એક પક્ષી અથડાઈ ગયુ હતું. જેના કારણે આકાશમાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી, અને લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયુ હતું. વિમાને બે વખત રનવે પર ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફરી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન રનવે પરથી વિમાન લપસી પડ્યું અને વિકરાળ આગ લાગી હતી. બોઈંગ 737 800 જેટમાં ઓછામાં ઓછા 175 લોકો સવાર હતા, જેમાં પાયલોટ સાથે છ ક્રૂ સભ્યો પણ સામેલ હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. જેમાં અત્યારસુધી માત્ર 3 લોકોને બચાવવામાં જ સફળ રહ્યા છે.
🚨🇰🇷 SHOCKING FOOTAGE: BIRD STRIKE SEEN ON JEJU AIR FLIGHT 2216 BEFORE CRASH
— Breaking News (@PlanetReportHQ) December 29, 2024
MBC News releases footage allegedly showing a bird strike moments before the fatal crash of Jeju Air flight 2216. Investigation underway.#JejuAir #Muan #BirdStrike #Crash #SouthKorea #BreakingNews pic.twitter.com/jidQJchCEU