અમદાવાદ
સૌરાષ્ટ્રના તલવાર રાસ વિશ્વભરમાં જાણીતા છે. જ્યારે શક્તિ સ્વરૂપ સ્ત્રીઓ હાથમાં તલવાર લઈને રાસ રમવા ઉતરે ત્યારે લોકો જોતા જ રહી જાય છે. ત્યારે જામનગરમાં 2 હજાર જેટલી રાજપૂતાણીઓએ તલવાર રાસ રચીને ઈતિહાસ રચ્યો છે. જામનદર જિલ્લાના ધ્રોલમાં 2 હજાર જેટલી રજપૂતાણીઓએ એક સાથે તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે.મળતી માહિતી પ્રમાણે આ તલવારબાજીમાં મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ, ગોંડલ, રાજકોટ, જામનગર અને ધ્રોલ સહિતના શહેરોમાં તાલીમ કેન્દ્ર પર તાલીમ આપવામાં આવી હતી. આ મહિલાઓ છેલ્લા એક મહિનાથી તાલીમ લઈ રહી હતી. મહત્વનું છે કે ભૂચર મોરી મેદાનમાં સાતમના દિવસે દર વર્ષે મેળો યોજાયો છે. આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય મંત્રી વી.કે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ થકી વર્લ્ડ રેકોર્ડ બનતો નિહાળવા ગુજરાતમાંથી હજારો લોકો ત્યાં ઉપસ્થિત રહ્યાં હતાં.