
હેમા કમિટીના રિપોર્ટને કારણે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે. આ સાથે જ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી અભિનેત્રીઓએ આગળ આવીને પોતાની સાથે થઈ રહેલા જાતીય સતામણી અને દુર્વ્યવહારને લઈને અવાજ ઉઠાવ્યો હતો.
આ દરમિયાન, 21 વર્ષની એક યુવતીએ શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી 2’ના એક કોરિયોગ્રાફર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શેખ જાની બાશા કે જેઓ જાની માસ્ટરના નામથી જાણીતા છે તેમની સામે જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. જાનીએ તાજેતરમાં ‘સ્ત્રી 2’ના ગીતની કોરિયોગ્રાફી પણ કરી હતી.